Bhavishyavani

Bhavishyavani: મહિલાઓની સરખામણીમાં પુરુષો ભવિષ્યવાણીને વધારે સાચી ગણે છે? જાણો શું કહે છે શોધ…

Bhavishyavani: હકારાત્મક ભવિષ્યવાણીને જાણી લીધા બાદ પુરુષો તેના આધારે જ પોતાના નાણાકીય નિર્ણય કરે છે

ધર્મ ડેસ્ક, 04 જાન્યુઆરી: Bhavishyavani: વિજ્ઞાન અને ટેક્નોલોજીના આ કાળમાં પણ લોકો પરલૌકિક ચીજો અને ભવિષ્યવાણીઓ પર ખૂબ વિશ્વાસ રાખે છે. જેઓ આ ચીજો પર વિશ્વાસ કરતા નથી તેમ કહેનાર લોકો પણ ભવિષ્ય જાણવા માટેની ઇચ્છા ધરાવે છે. ભવિષ્યવાણી સાંભળવાનું તમામને પસંદ પડે છે. નેધરલેન્ડસની ઇરાસ્મસ યુનિવર્સિટીમાં લોકોની વિચારધારા અને વિશ્વાસને લઇને જુદી જુદી શોધ કરવામાં આવી છે. આ શોધમાં ખુલાસો થયો છે કે મહિલાઓની સરખામણીમાં પુરુષો ભવિષ્યવાણીને વધારે સાચી ગણે છે.

કોઇ હકારાત્મક ભવિષ્યવાણીને જાણી લીધા બાદ પુરુષો તેના આધારે જ પોતાના નાણાકીય નિર્ણય કરે છે. તેઓ ભવિષ્યવાણી બાદ જ વધારે વિશ્વાસ સાથે પૈસા ખર્ચ કરે છે અથવા તો રોકાણ કરે છે. જ્યારે પૈસાના મામલામાં મહિલાઓ અંધવિશ્વાસને પોતાના પર પ્રભુત્વ જમાવવાની તક આપતી નથી. મહિલાઓના પૈસા ખર્ચ કરવા, બચાવવા અથવા તો રોકાણકરવાના નિર્ણય પર કોઇ ભવિષ્યવાણીની અસર થતી નથી.

એક અન્ય શોધમાં પણ માહિતી મળી છે કે હકારાત્મક ભવિષ્યવાણી સાંભળ્યા બાદ લોકોમાં જુગારની ટેવ વધે છે. મહિલાઓ પણ આમાં પુરુષોથી પાછળ નથી. નેધરલેન્ડસમાં કરવામાં આવેલી નવી શોધથી જાણવા મળ્યું છે કે પોતાના ભવિષ્યના સંબંધમાં હકારાત્મક વાતો સાંભળીને લોકોનો આત્મવિશ્વાસ વધે છે. આના માટે તેઓ કર્મકાંડ કરવા માટે તૈયાર થઇ જાય છે. કેટલાક લોકોનું માનવું છે કે કર્મકાંડના કારણે કામ કરવાની ક્ષમતા વધે છે.

આ પણ વાંચો: Rail traffic affected news: રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 16 જાન્યુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર