ambaji mata

Chaitri Navratri: આજથી ચૈત્રી નવરાત્રી શરુ, અંબાજી મંદિર માં જવારા સાથે નું ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું

Chaitri Navratri: ચૈત્રી નવરાત્રી માં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યા માં યાત્રિકો નો ઘસારો જોવા મળ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 02 એપ્રિલ:
Chaitri Navratri: હિંદુઓના નવા વર્ષ વિક્રમ સવંત 2079 નો આજથી શરુ થયો છે અને આજે સિંધી સમાજ માં ચેટીચાંદ નો પર્વ પણ છે સાથે આજથી હિન્દુ લોકોના નવા વર્ષની સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે આજે ચૈત્રી નવરાત્રી શરૂ થતા યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારી ને કારણે અંબાજી મંદિર માં નવરાત્રી નો ઘટ્ટ સ્થાપન તો કરાતુ હતું પણ શ્રદ્ધાળુઓ દર્શન નહોતા કરી શકતા આ વખતે કોરોના નું જોર ઘટતા ચૈત્રી નવરાત્રી માં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યા માં યાત્રિકો નો ઘસારો જોવા મળ્યો હતો

Chaitri Navratri, Ambaji

આજથી ચૈત્રી નવરાત્રી શરુ થતા અંબાજી મંદિર ના સભા મંડપ માં જવારા સાથે નું ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું હતું આ ઘટ્ટ સ્થાપન માં સાત પ્રકાર ના અનાજ મિશ્રિત કરી ને જવેરા વાવવામાં આવ્યા હતા આજની ઘટ્ટ સ્થાપન વિધિ માં જિલ્લા કલેકટર આનંદ પટેલ અને મંદિર ના વહીવટદાર આર.કે પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ તો વર્ષ માં બે મોટી નવરાત્રી આવે છે આસો અને ચૈત્ર માસ ની બંને નવરાત્રી માં ચૈત્ર નવરાત્રી માતાજી ની આરાધના માટે સર્વ શ્રેષ્ઠ મનાય છે એટલુંજ નહીં આજે ઘટ્ટ સ્થાપના માં જે જવેરા વાવવામાં આવે છે તે નવમા દિવસે ઉગેલા જોઈને તેની વૃદ્ધિ પ્રમાણે નવું વર્ષ કેવું રહેશે તેનો અનુમાન કરવામાં આવે છે

Chaitri Navratri, Ambaji

જોકે આજે બે વર્ષ બાદ પ્રથમ ચૈત્રી નવરાત્રી એ શ્રદ્ધાળુઓ ને ઘટ્ટ સ્થાપના સાથે મંદિર માં દર્શન નો લાભ મળતા ભારે ખુશી વ્યક્ત કરી હતી અને સાથે હિંદુઓ ના શરુ થતા નવા વર્ષ ની પણ શુભેછાઓ પાઠવી હતી એટલુંજ નહીં હવે કોઈ મહામારી ન આવે અને ભક્તો ભગવાન થી વિમુખ ન બને તેવી પણ પ્રાર્થના કરી હતી

આજથી શરુ થયેલી ચૈત્રી નવરાત્રી ને લઈ અંબાજી મંદિર માં નવ દિવસ એક વધારા ની આરતી પણ કરવામાં આવશે સવાર ની મંગળા આરતી બાદ જવેરા સાથે ઘટ્ટ સ્થાપન ની આરતી અને સાંય કાળ ની આરતી કરવામાં આવશે.

આ પણ વાંચો..World Autism Awareness Day: વહેલા નિદાન અને સમયસર સારવારથી સારુ પરિણામ મળે છે

Gujarati banner 01