Chakras balance 1

Chakras balance: જાણો, શરીરના ચક્ર બેલેન્સ કેવી રીતે થાય?

Chakras balance: સકારાત્મક ઓરા ધરાવતા વ્યક્તિના વિચારો પણ સકારાત્મક હોય છે અને નકારાત્મક ઓરા ધરાવતી વ્યક્તિના વિચારો પણ ચોક્કસપણે નકારાત્મક જ હોય છે

જ્યોતિષ ડેસ્ક, 24 જુલાઇઃ Chakras balance: આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ અથવા તો કોઈકના મોઢે સાંભળતા હોઈએ છીએ કે, આ વ્યક્તિના  વાઈબ્સ (પ્રભાવ) ખૂબ જ સકારાત્મક છે, પેલી વ્યક્તિના વાઈબ્સ (vibe) ખૂબ જ નકારાત્મક છે…પરંતુ શું આપણે કદી પણ વિચાર્યું કે, આ વાઈબ્સ હકીકતમાં શું હોય છે?

દરેક વ્યક્તિના શરીરમાં, દેહની આસપાસ એક ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ હોય છે જે કોષોની અંદર ચાલતી ક્રિયાપ્રતિક્રિયાનું પરિણામ છે. આપણને આવતા દરેક વિચારના કારણે મનમાં એક આવેગ સર્જાય છે. આ પ્રત્યેક આવેગની એક ફ્રીક્વન્સી એટલે કે, આવર્તન હોય છે જેના સાથે તેમાં કંપન થાય છે. શરીરના આ પ્રભામંડળને આપણે આભા-ઓરા (Aura) તરીકે ઓળખીએ છીએ. ઓરા એ બીજું કશું નહીં પરંતુ આપણા પોતાના જ વિચારોનું પરિણામ છે. 

સકારાત્મક ઓરા ધરાવતા વ્યક્તિના વિચારો પણ સકારાત્મક હોય છે અને નકારાત્મક ઓરા ધરાવતી વ્યક્તિના વિચારો પણ ચોક્કસપણે નકારાત્મક જ હોય છે. આપણાં આખા શરીરની આ આભા હોય છે જેના પાછળ આપણાં શરીરના ઉર્જા કેન્દ્રો સમાન ચક્રોની ભૂમિકા જવાબદાર હોય છે. શરીરમાં કુલ 114 ચક્રો કે ઉર્જા કેન્દ્ર આવેલાં છે જેમાંથી 7 સૌથી વધારે મહત્વના છે. તે શરીરના જે ભાગને અસર કરે છે તેના આધાર પર વિચારની શક્તિઓનું સંચાલન કરે છે. 

આ પણ વાંચોઃ Monkeypox Global Public Health Emergency: દુનિયાના 60 થી વધુ દેશોમાં મંકીપોક્સ વાયરસની એન્ટ્રી, WHO એ જાહેર કરી ઇમરજન્સી

આ 7 ચક્રો મનુષ્યના સમગ્ર શરીર અથવા પ્રાણનું ધ્યાન રાખે છે. આપણાં ભૌતિક શરીરની બહાર પણ 2 ચક્રો અસ્તિત્વ ધરાવે છે. આપણને આવતાં દરેક વિચારમાં આ ચક્રની ઉર્જાઓને સંતુલિત કે અસંતુલિત કરવાની શક્તિ હોય છે.    

જાણો આપણાં 7 ચક્રો વિશેની મૂળભૂત વાતો

  1. મૂલાધાર ચક્ર કે મૂળ ચક્ર- આ ચક્ર મૂળભૂત જરૂરિયાતો સાથે જીવનની મૂળભૂત સ્થિરતાની કાળજી લે છે.
  2. સ્વાધિષ્ઠાન ચક્ર કે સક્રલ ચક્ર- આ ચક્ર જીવનના તમામ ભૌતિક અને નિરર્થક આનંદ-ઉમંગની સંભાળ રાખે છે. 
  3. મણિપુર ચક્ર કે સૂર્ય નાડી ચક્ર- આ ચક્ર વ્યક્તિના આત્મ વિશ્વાસ, જાહેર રીત-ભાત અને સત્તાધીશો સાથેના સંબંધોનું ધ્યાન રાખે છે. 
  4. અનાહત ચક્ર કે હૃદય ચક્ર- આ ચક્ર વ્યક્તિના જીવનમાં પ્રેમ, અનુકંપા અને પ્રતિબદ્ધતાના સંતુલનનું ધ્યાન રાખે છે. 
  5. વિશુદ્ધ ચક્ર કે થ્રોટ (ગરદન) ચક્ર- આ ચક્ર વ્યક્તિના વ્યવહાર અને પોતાની જાત અંગેની અભિવ્યક્તિની કાળજી લે છે. 
  6. આજ્ઞા ચક્ર કે લલાટ ચક્ર (ત્રીજી આંખનું ચક્ર)- તે વ્યક્તિના જીવનની ફિલોસોફી અને જીવન અંગેના દૃષ્ટિકોણને ઘડવા માટે મદદરૂપ બને છે. 
  7. સહસ્ત્ર ચક્ર કે મુગટ ચક્ર (ક્રાઉન ચક્ર)- વ્યક્તિત્વની વૃદ્ધિ અને વિકાસ માટે ક્રિયા અથવા કર્મોને સંતુલિત કરવાનું શાણપણ પ્રદાન કરે છે. 

વ્યક્તિના ભૌતિક શરીરની બહાર પણ 2 ચક્રો હોય છે..

  • અર્થ સ્ટાર ચક્ર- આ ચક્ર વ્યક્તિને સમજદાર બનાવે છે અને તેના ધરતી માતા સાથેના જોડાણને મજબૂત બનાવે છે.
  • સોલ સ્ટાર ચક્ર- આ ચક્ર દરેક વિચારના સ્પંદનને એકત્રિત કરે છે અને અભિવ્યક્તિના હેતુસર તેનું વૈશ્વિક યોજના સાથે જોડાણ કરે છે. 

આ પણ વાંચોઃ Dwarka stopped ferry boat service: દ્વારકા જવાનું વિચારી રહ્યા હોય તો જાણી લો, તંત્રએ 4 દિવસ બંધ કરી આ સુવિધા

Gujarati banner 01