Dwarka stopped ferry boat service: દ્વારકા જવાનું વિચારી રહ્યા હોય તો જાણી લો, તંત્રએ 4 દિવસ બંધ કરી આ સુવિધા
Dwarka stopped ferry boat service: યાત્રિકોની સલામતીને ધ્યાન રાખી મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા -બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સવિઁસ તારીખ 26 સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો
દ્વારકા, 23 જુલાઇ: Dwarka stopped ferry boat service: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રીય થતા દરિયામાં ફરી એકવાર જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ભારે પવન ફૂંકાતા યાત્રીકોને ધ્યાને રાખીને ઓખા- બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સવિઁસ બંધ કરવામાં આવી છે. યાત્રિકોની સલામતીને ધ્યાન રાખી મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા -બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સવિઁસ તારીખ 26 સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
દ્વારકામાં ભારે પવન જોવા મળી રહ્યો છે. ખરાબ વાતાવરણના કારણે ગુરુવારથી યાત્રિકોને ધ્યાનમાં રાખીને ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. યાત્રિકોની સલામતીને ધ્યાન રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. બેટ દ્વારકા જતી ફેરી સર્વિસ 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો તમે વીકેન્ડમાં ગુજરાતના દરિયા કાંઠે અથવા તો દ્વારકાધીશના દર્શને જવાના હોવ તો તમારે બેટ દ્વારકા ગયા વિના જ પરત ફરવુ પડશે. કારણ કે ખરાબ હવામાન વિભાગને કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ગુરુવાર બપોર બાદ બંધ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને દરિયામાં કરંટ જોવા મળતા હાલ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Honor Tablet 8 સ્પીકર્સ સાથે લોન્ચ, બેટરી અને ડિસ્પ્લે જેવા ફીચર્સ તમને આકર્ષિત કરશે
