Chandra Grahan on Holi 2024

Chandra Grahan on Holi 2024: 100 વર્ષ બાદ હોળીના રોજ ચંદ્રગ્રહણ સાથે બની રહ્યો છે આ સંયોગ,વાંચો વિગત

Chandra Grahan on Holi 2024: ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ ઘરની બહાર ના નીકળવું

whatsapp banner

ધર્મ ડેસ્ક, 19 માર્ચઃ Chandra Grahan on Holi 2024: આ વર્ષે ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે એટલે કે 25મી માર્ચે થશે. તે દિવસે હોળી પણ છે. હોળીના દિવસે ચંદ્રગ્રહણનો આ સંયોગ લગભગ 100 વર્ષ પછી બન્યો છે. ચંદ્રગ્રહણ સવારે 10:23 થી બપોરે 03:02 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થશે. જે એક ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે. આ વખતનું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

ભારતમાં તે દેખાતું ન હોવાને કારણે આ ચંદ્રગ્રહણની હોળી પર કોઈ અસર નહીં થાય. પરંતુ જેમ એક ખગોળીય ઘટનાની બ્રહ્માંડ પર અસર પડે છે તેમ આ ચંદ્રગ્રહણની અસર તમામ રાશિઓને અસર કરે છે. આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ અમેરિકા, જાપાન, રશિયાના કેટલાક ભાગોમાં તથા સ્પેન, ઈટાલી, પોર્ટુગલ, આયર્લેન્ડ જેવા દેશોના શહેરોમાં જોઈ શકાશે.

આ પણ વાંચોઃ Gujarat University Namaz Controversy : ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ મામલે વિવાદમાં પોલીસની તપાસ બની ઝડપી, કુલ 5 આરોપીની ધરપકડ

આ બાબતોનુ રાખો ધ્યાન

ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ ઘરની બહાર નીકળવું ન જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ આ સમયે કોઈપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.આ દરમિયાન ભૂલથી પણ દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવો જોઈએ. ગ્રહણ સમાપ્ત થયા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.

માન્યતા અનુસાર, ચંદ્રગ્રહણના સમયે કોઈ પણ ખાવાની વાનગી બનાવતા તથા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે ગ્રહણના સમયે ખોરાક અશુદ્ધ થઈ જાય છે. જો ભોજન પહેલેથી જ તૈયાર હોય તો તેમાં તુલસીના પાન નાખવા જોઈયે. ચંદ્રગ્રહણની રાત્રે સ્મશાન અથવા નકારાત્મક સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચોઃ Dungarpur case: ચૂંટણી પહેલા ડુંગરપુર કેસમાં સપા નેતા આઝમ ખાનને સાત વર્ષની સજા- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો