Lunar eclipse

આ રાશિવાળા વ્યક્તિ ખાસ ધ્યાન રાખે, આજે થનારું ચંદ્રગ્રહણ(chandra grahan) તમારા જીવનમાં આવશે મોટો ફેરફાર- જાણો ક્યાં ક્યા જોવા મળશે?

ધર્મ ડેસ્ક, 26 મેઃ આજે વૈશાખી પુનમના દિવસે આવુતં આ ચંદ્રગ્રહણ (chandra grahan) ભારતના અનેક ભાગોમાં દેખાવાનું ન હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે નહિ. જોકે, આ ઉપછાયા ચંદ્રગ્રહણ (chandra grahan) છે. જેથી તેનો સૂતક કાળ માન્ય નહિ હોય. જ્યોતિષ અનુસાર, માત્ર એ જ ગ્રહણનુ ધાર્મિક મહત્વ હોય છે, જેને ખૂલી આંખે જોઈ શકાય. ઉપછાયા ચંદ્રગ્રહણને જોવા માટે ખાસ સોલાર ફિલ્ટરવાળા ચશ્માની જરૂર પડે છે. આ ગ્રહણમાં ચંદ્ર માટીની જેમ મેલો દેખાશે.

Whatsapp Join Banner Guj

આ ગ્રહણ ભારતના પૂર્વ ભાગમાં ગ્રસ્તોદિત દેખાશે. જયારે પશ્ર્ચિમ ભાગમાં દેખાશે નહિ. અમદાવાદમાં પણ દેખાશે નહિ. આ ચંદ્રગ્રહણ (chandra grahan) વૃશ્ચિક રાશિમાં થશે. ભારતના પૂર્વ ભાગમાં, પૂર્વ એશિયા, પેસેફિક, ઓસ્ટ્રેલીયા, અમેરિકામાં દેખાશે. ભારતીય સમય મુજબ ગ્રહણનો સમય અનુસાર, ગ્રહણનો સ્પર્શ બપોરે 3.14 તથા ગ્રહણનો મોક્ષ સાંજે 6.રરનો છે તેવું જ્યોતિષ શાસ્ત્રીએ જણાવ્યું હતું.

  • ગ્રહણ આરંભ 15.15 કલાકે 
  • ખગ્રાસ આરંભ 16.40 કલાકે 
  • ગ્રહણ મધ્ય 16.49 કલાકે 
  • ગ્રહણ સમાપ્ત 16.58 કલાકે
  • ખગ્રાસ સમાપ્ત 18.23 કલાકે 
ADVT Dental Titanium

ભારતમાં ક્યાં જોવા મળશે ચંદ્રગ્રહણ
ભારતના કેટલાક ભાગોમાં તે ઉપછાયા ચંદ્રગ્રહણ(chandra grahan)ના રૂપમાં જોવા મળશે. તેનો કાળ 5 કલાકનો રહેશે. વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ પૂર્વીય એશિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર તેમજ દક્ષિણ અમેરિકાના મોટાભાગના હિસ્સાઓથી અને ઓસ્ટ્રેસિયાથી આ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. જોકે, ભારતના મોટાભાગના વિસ્તારમાં પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર પૂર્વીય ક્ષિતિજથી નીચે હશે. તેથી તેને દેશના અનેક લોકો જોઈ નહિ શકશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમા ઉપછાયા ચંદ્ગગ્રહણના રૂપમાં દેખાશે. પૂર્વીય ભારતના કેટલાક વિસ્તારોમાં આંશિક ચંદ્રગ્રહણનો છેલ્લો ભાગ જ જોઈ શકાશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ કોલકાત્તાથી થોડી મિનિટ માટે આંશિક રૂપે દેખાશે. 

નોંધનીય છે કે, ચંદ્રગ્રહણ કોરોનાકાળમાં વૃશ્ચિક રાશિમાં લાગી રહ્યું છે. 23 મેના રોજ શનિ વક્રી થઈ ગયો હતો. માન્યતા છે કે, વક્રી થવાથી શનિ નબળો પડી જાય છે. હવે શનિ મહારાજ 141 દિવસ ઉલટા ચાલશે. ધન, મકર અને કુંભ રાશિવાળાની સાડાસાતી ચાલી રહી છે. અને મિથુન રાશિ તેમજ તુલા રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છએ. 11 ઓક્ટોબર, 2021 થી શનિ માર્ગી થઈ જશે અને 2023 સુધી મકર રાશિમાં જ રહેશે. વિજ્ઞાન અનુસાર, જે સમયે પૃથ્વી, સૂર્ય અન ચંદ્રની વચ્ચે આવી જાય છે, તેને પગલે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી, ત્યારે તે ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે. 

આ પણ વાંચો…..

Fact check: શું ખરેખ વેક્સીન લીધાના 2 વર્ષમાં જ થઇ જાય છે મૃત્યુ? જાણો નોબલ પુરસ્કારના નામે વાયરલ થયેલા મેસેજની હકીકત