Instagram WhatsApp and Facebook back up after global outage

WhatsApp એ ભારત સરકાર સામે કર્યો કેસ, જાણો શું છે કારણ?

બિઝનેસ ડેસ્ક, 26 મેઃ સોશલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સઅપ(WhatsApp)એ ભારત સરકારની વિરુદ્ધ દિલ્લીમાં એક કેસ દાખલ કરાવ્યો છે. જેમાં ભારત સરકારે જાહેર કરેલાં નવા નિયમો પર રોક લગાવવા માટેની માંગ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કંપની કોર્ટમાં દલીલ કરી રહી છેકે, ભારત સરકારે જાહેર કરેલાં નવા નિયમોથી પ્રાઈવેસી ખતમ થઈ જશે. રોયટર્સ મુજબ દિલ્લી હાઈકોર્ટમાં કરાયેલી એક અરજીમાં કહેવામાં આવ્યું છેકે, ભારત સરકારના નિયમો સંવિધાનની વિરુદ્ધ છે. આ નિયમોથી સંવિધાનમાં મળેલાં અધિકારોનું ઉલ્લંઘન થાય છે. આવી દલીલ વોટ્સઅપ(WhatsApp) દ્વારા કોર્ટમાં ભારત સરકારની વિરુદ્ધ કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

કંપનીનો દાવો છેકે, વોટ્સઅપ(WhatsApp) માત્ર એવા લોકો માટે નિયમન ઈચ્છે છે જે લોકો આ પ્લેટફોર્મનો દૂરઉપયોગ કરે છે. સાથે જ એવી દલીલ પણ કરવામાં આવી છેકે, વોટ્સઅપ મેસેજ ઈન્ક્રિપ્ટ કરવામાં આવેલાં છે. એવામાં લોકોના ચેટિંગ પણ નજર રાખવી અને તેને ટ્રેસ કરવું એ યોગ્ય નથી. આનાથી યુઝર્સની પ્રાઈવેસી ખતમ થઈ જશે.રોયરર્સ એ હજુ સુધી સ્વતંત્ર રૂપથી આ અરજી અંગે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરી નથી. સાથે જ એજન્સી સુધી આ જાણકારી પહોંચાડનારા લોકોના નામ પણ ગુપ્ત રાખવામાં આવ્યાં છે. કારણકે, આ મામલો હવે ભારતમાં ખુબ જ સંવેદનશીલ બની ચૂક્યો છે. દેશમાં હાલ 40 કરોડ વોટ્સઅપ યુઝર્સ છે. હવે દિલ્લી હાઈકોર્ટમાં આ ફરિયાદની સમીક્ષા કરવામાં આવી રહી છે. જોકે, કંપનીના પ્રવક્તાએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો છે.

ADVT Dental Titanium

આ અરજીને કારણે સોશલ મીડિયા(WhatsApp) કંપનીઓ અને સરકાર વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. આ બધાનો ભારતમાં મોટો કારોબાર છે. અને કરોડો લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. હાલમાં જ સત્તાધારી પક્ષ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક ટ્વીટને ‘મેનિપૂલેટેડ મીડિયા’ નો ટેગ કર્યા બાદ ટ્વિટરની ઓફિસ પર દરોડા પણ પાડવામાં આવ્યાં હતાં. સરકારે ટેક કંપનીઓને કોરોના સંબંધિત ભ્રામક માહિતી પણ સાઈટ પરથી હટાવી દેવાની સુચના આપી છે. ત્યાર પછી આરોપ લગાવવામાં આવ્યો છેકે, સરકાર પોતાની આલોચના સાથે જોડાયેલી જાણકારી છુપાવી રહી છે. સોશલ મીડિયા કંપનીઓની નવી ગાઈડલાઈન બનાવવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જે સમય અવધી મંગળવારે પુરી થઈ ચુકી છે.

આ પણ વાંચો….

આ રાશિવાળા વ્યક્તિ ખાસ ધ્યાન રાખે, આજે થનારું ચંદ્રગ્રહણ(chandra grahan) તમારા જીવનમાં આવશે મોટો ફેરફાર- જાણો ક્યાં ક્યા જોવા મળશે?