Aam Aadmi Partys strike

Aam Aadmi Party Strike: ભાજપ સરકારના મોંઘવરી મામલે આમ આદમી પાર્ટીના ધરણા

Aam Aadmi Party Strike: 1000 કરતા વધુ કાર્યકર્તાઓની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ, ૨૪ જુલાઈ: Aam Aadmi Party Strike: કેન્દ્ર સરકારની ભાજપ સરકારના અણઆવડતના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. કોરોના બાદ પણ પેટ્રોલ, ડીઝલ , તેલ અને ગેસમાં ધરખમ વધારા મામલે આજે આમ આદમી પાર્ટીએ હલ્લા બોલ કરતા સરકારની ગુપ્ત એજન્સીઓ ઊંઘતી ઝડપાઇ હતી. આપ ના હજારો કાર્યકરોએ શહેરમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જે.જે.મેવાડા, પ્રભારી શિવકુમાર ઉપાધ્યાય, હસમુખ પટેલની આગેવાનીમાં મોંઘવારી મામલે વિરોધ પ્રદશનનો કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો. શહેરના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર, સેજપુર વોર્ડના પ્રમુખ મેહુલ પરમાર અને આર. સી.પટેલ ની પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Big B upcoming film: અમિતાભ બચ્ચન કરવા જઈ રહ્યા છે આ સુપરસ્ટાર સાથે ત્રીજા વિશ્વયુદ્ધ પર આધારિત ભારતની સૌથી મોટી ફિલ્મ