Jagannath Puri Temple

Jagannath Puri Temple: જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાગુ થયો ‘ડ્રેસ કોડ’, વાંચો…

Jagannath Puri Temple: મંદિરમાં પ્રવેશ કરતી વખતે ફાટેલા જીન્સ, સ્લીવલેસ કુર્તા, હાફ પેન્ટ, શોર્ટ્સ જેવા કપડા પહેરવા પર પ્રતિબંધ

ધર્મ ડેસ્ક, 11 ઓક્ટોબરઃ Jagannath Puri Temple: હાલમાં ધાર્મિક અથવા પ્રાર્થના સ્થળોની મુલાકાત લેતી વખતે કેવા કપડાં પહેરવા જોઈએ તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન હવે ઓડિશાના પ્રસિદ્ધ પ્રાચીન જગન્નાથ પુરી મંદિરે પણ કપડાંને લઈને એક નિયમ તૈયાર કર્યો છે. જાન્યુઆરી મહિનાથી તેનો અમલ થાય તેવી શક્યતા છે.

12મી સદીની આસપાસ બાંધવામાં આવેલ પ્રાચીન જગન્નાથ પુરી મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો આવે છે. દર્શન માટે આવતા ભક્તોનું સંચાલન મંદિર પ્રશાસનની જવાબદારી છે. આ અંગેના નિર્ણયો વહીવટી સમિતિ દ્વારા લેવામાં આવે છે. આ અંગે હવે નિયમો અંગેની સમિતિએ નિર્ણય લીધો છે અને જાન્યુઆરી મહિનાથી શ્રદ્ધાળુઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે.

અશોભનીય પોશાક પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં મળે

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ફરિયાદ કરવામાં આવી હતી કે કેટલાક લોકો અશોભનીય પોશાક પહેરીને મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. મંદિર પ્રશાસને તે ફરિયાદની નોંધ લીધી છે અને તે મુજબ નિયમ બનાવવામાં આવ્યો છે.

આ મુજબ, મંદિરમાં પ્રવેશ કરતી વખતે ફાટેલા જીન્સ, સ્લીવલેસ કુર્તા, હાફ પેન્ટ, શોર્ટ્સ જેવા કપડા પહેરવા પર પ્રતિબંધ છે. આ સિવાય રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કયા પ્રકારનાં કપડાંને મંજૂરી આપવામાં આવશે તે અંગેના નિયમો થોડા દિવસોમાં જારી કરવામાં આવશે.

1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે નિયમો

મંદિરની પવિત્રતા અને મહત્વ અકબંધ રાખવાની આપણી ફરજ છે. કમનસીબે, કેટલાક લોકો અન્યની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં લીધા વિના મંદિર પરિસરમાં પ્રવેશતા જોવા મળ્યા છે. કેટલાક લોકો એવા પોશાક પહેરીને આવે છે કે જાણે તેઓ બીચ અથવા પર્યટન માટે આવ્યા હોય.

મેનેજમેન્ટે કહ્યું કે મંદિર એ ભગવાનનું ઘર છે, મનોરંજનનું સ્થળ નથી. નવા નિયમો 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે. મંદિરના સિંહ દ્વાર પર, સુરક્ષા રક્ષકો ખાતરી કરશે કે ભક્તો યોગ્ય પોશાકમાં પ્રવેશ કરે. પ્રતિબંધિત પહેરવેશ હશે તો ભક્તોને ત્યાં રોકી દેવામાં આવશે.

આ પણ વાંચો… Amitabh Bachchan Birthday: તમને ખબર છે…! વર્ષમાં બે વખત જન્મદિવસ ઉજવે છે બિગ બી, વાંચો રસપ્રદ કિસ્સા વિશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો