Amitabh bachchan e1697030304869

Amitabh Bachchan Birthday: તમને ખબર છે…! વર્ષમાં બે વખત જન્મદિવસ ઉજવે છે બિગ બી, વાંચો રસપ્રદ કિસ્સા વિશે…

Amitabh Bachchan Birthday: 11 ઓક્ટોબર 1942ના રોજ થયો હતો અમિતાભ બચ્ચનનો જન્મ…

મનોરંજન ડેસ્ક, 11 ઓક્ટોબરઃ Amitabh Bachchan Birthday: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે પોતાનો 81મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચનને કોઈ સદીના મહાનાયક કહે છે તો કોઈ તેમને બિગ બી કહીને બોલાવે છે. તેઓ ઈન્ડસ્ટ્રીમાં લગભગ 5 દાયકાથી રાજ કરી રહ્યા છે. આવો આજે તમને બિગ બી સાથે જોડાયેલા એક રસપ્રદ કિસ્સા વિશે જણાવીએ…

તમને ખબર છે…! વર્ષમાં બે વખત જન્મદિવસ ઉજવે છે બિગ બી

અમિતાભ બચ્ચન પોતાનો જન્મદિવસ વર્ષમાં એક વખત નહીં પરંતુ બે વખત ઉજવે છે. જેનું એક વિશેષ કારણ છે. 11 ઓક્ટોબરે પ્રથમ જન્મદિવસ ઉજવે છે. તેમનો જન્મ આ દિવસે થયો હતો અને 2 ઓગસ્ટના રોજ તેઓ પોતાનો બીજો જન્મદિવસ ઉજવે છે. વર્ષ 1982માં આ દિવસે તેમનો બીજી વખત જન્મ થયો હતો. આ એ દિવસ હતો જે દિવસે તેઓ મોતના મુખમાંથી પાછા આવ્યા હતા.

કારણ કે, ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન બેંગલુરુમાં બિગ બી સાથે એવો અકસ્માત થયો હતો કે આ દરમિયાન તેમનો માંડ માંડ જીવ બચ્યો હતો. બેંગલુરુમાં 24 જુલાઈ, 1982ના રોજ ફિલ્મ ‘કુલી’ના એક્શન સીન દરમિયાન, અમિતાભ બચ્ચનના પેટમાં ભૂલથી પુનીત ઈસ્સરનો મુક્કો લાગી ગયો હતો.

આ ઘટના બાદ અમિતાભ ની હાલત ગંભીર થવા લાગી અને થોડી જ વારમાં આખું મુંબઈ તેમની હોસ્પિટલની બહાર એકઠું થવા લાગ્યું. એક તબ્બકે ડોક્ટરોએ હાર માની લીધી હતી કે હવે અમે અમિતાભને બચાવી નહીં શકીએ. એવી પણ વાતો સાંભળવા મળી કે, અમિતાભના શ્વાસ બંધ થઈ ગયા હતા અને પછી પાછા આવ્યા હતા.

પછી તે તારીખ આવી, 2જી ઓગસ્ટ 1982 જે રોજ, અમિતાભ બચ્ચન હોસ્પિટલમાંથી બહાર આવ્યા અને તેના ચાહકોએ આ દિવસને અમિતાભનો નવો જન્મદિવસ જાહરે કર્યો. આજે પણ 11 ઓક્ટોબર પહેલા 2જી ઓગસ્ટે અમિતાભનો જન્મદિવસ ઉજવાય છે.

11 ઓક્ટોબર 1942ના રોજ થયો હતો અમિતાભ બચ્ચનનો જન્મ…

અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ હરિવંશ રાય બચ્ચન હતું જેઓ હિન્દી જગતના પ્રખ્યાત કવિ હતા. તેમની માતાનું નામ તેજી બચ્ચન હતું. અમિતાભ બચ્ચને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1969માં કરી હતી અને ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

આ પણ વાંચો… Tanzania President India Visit: તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, આ મહત્વપૂર્ણ કરારો પર સહમતિ થઈ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો