Mata Mahagauri

Navratri Day 8 Puja Tips: આજે છે નવરાત્રિનો આઠમો દિવસ, આ રીતે કરો માતાના મહાગૌરી અવતારની પૂજા…

Navratri Day 8 Puja Tips: નવરાત્રિના આઠમાં દિવસે દેવી માતાના મહાગૌરી અવતારની પૂજા કરવામાં આવે છે

ધર્મ ડેસ્ક, 22 ઓક્ટોબરઃ Navratri Day 8 Puja Tips: દેશભરમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવારનો આજે આઠમો દિવસ છે. જાણીતું છે કે આ દિવસે દેવી માતાના મહાગૌરી અવતારની પૂજા કરવામાં આવે છે. માની પૂજામાં દુર્ગાસપ્તશતીના મધ્ય ચરિત્રનો પાઠ કરવાથી વિશેષ ફળદાયી હોય છે. જાણો કેવી રીતે કરવી માં દુર્ગાના આઠમાં સ્વરુપની પૂજા…

આ છે પૂજા વિધિ

માં શક્તિના સ્વરુપની પૂજા કરવા માટે નારિયેળ, હલવો, પુરી અને શાકનો ભોગ ધરાવવામાં આવે છે. આજના દિવસે કાળા ચણાનો પ્રવાસ વિશેષરુપે બનાવાય છે.

પૂજા પછી કુંવારી કન્યાઓને ભોજન કરાવવું અને તેમનું પૂજન કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મહાગૌરી માતા અન્નપૂર્ણા સ્વરુપ પણ છે. માટે કન્યાઓને ભોજન કરવવા અને તેમનું પૂજન-સન્માન કરવાથી ધન, વૈભવ અને સુખ-શાંતિ મળે છે.

પૂજન કરતી વખતે આ મંત્રથી દેવીનું ધ્યાન કરવું

श्वेते वृषे समारुढ़ा श्वेताम्बरधरा शुचिःमहागौरी शुभं दद्यान्महादेवप्रमोददा।

આ પણ વાંચો… Ghee Seized From Junagadh-Valsad: જૂનાગઢ-વલસાડમાંથી ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો