shamla ji

shamlaji temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજીને સાડા છ કિલોગ્રામ વજનના ચાંદીના વાસણો ભેટ

shamlaji temple: ભગવાન ને ચઢાવમાં આવતો રાજભોગ ચાંદીના વાસણ માં ધરાવવામાં આવશે

અરવલ્લી, 05 જુલાઇઃ shamlaji temple: અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજી ને સાડા છ કિલોગ્રામ વજન ના ચાંદીના વાસણો ભેટ ચઢાવવામાં આવ્યા છે. ભગવાન શામળિયાના ભક્ત દ્વારા ભગવાન ને રાજભોગ ધરાવવા માટે અંદાજે 6 લાખથી વધુની કિંમતના ચાંદીના વાસણો આપવામાં આવ્યા છે.

આ જ અઠવાડિયામાં અમદાવાદના એક ભક્ત દ્વારા ભગવાન કાળિયા ઠાકોર ને પોણા ચાર કિલો ના વજન નો ચાંદી નો મુઘટ ભેટ આપવામાં આવ્યો હતો. ત્યારે આજે ભગવાન ને જમવા માટે થાળી,વાટકી, ગ્લાસ અને લોટા સહિત ની વસ્તુઓ મંદિર પ્રસશન ને અર્પણ કરવામાં આવી છે..

હવેથી ભગવાન ને ચઢાવમાં આવતો રાજભોગ ચાંદીના વાસણ માં ધરાવવામાં આવશે.. ભક્ત દ્વારા ભગવાન ને મોટી રકમ ના ચાંદીના વાસણો ભેટ કરતા મંદિર(shamlaji temple) ટ્રસ્ટે ભક્ત નો આભાર માન્યો હતો..

shamlaji temple

આ પણ વાંચોઃ Mithali raj: મિતાલી રાજએ રચ્યો ઈતિહાસ, મહિલા ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવતી ખેલાડી બની..! વાંચો વિગત