jitu vaghani

Vidya sahayak recruitment: શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, વિદ્યા સહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5% નો મળશે લાભ

Vidya sahayak recruitment: રાજ્ય શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી માહિતી

ગાંધીનગર, 04 ઓક્ટોબરઃ Vidya sahayak recruitment: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની જાણકારી રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી છે. જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને કહ્યું કે વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5 ટકાનો લાભ આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ Gandhinagar Cultural Forum: ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં જૂની પરંપરા અનુસાર ગરબી માથે લઇ યુવતીઓ ગરબે ઘુમી- જુઓ તસ્વીરો

રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ આપેલી માહિતી પ્રમાણે વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5 ટકાનો લાભ આપવામાં આવશે. ટેટ-1, ટેટ-2 પાસ વિધવા બહેનોને વિદ્યાસહાયક ભરતીમાં વધારાના 5 ટકા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. TET પરીક્ષામાં મેળવેલ ગુણના 50 ટકા અને શૈક્ષણિક લાયકાતના આધારે મેળવેલ ગુણના 50 ટકાને ધ્યાને લઈને વિદ્યાસહાયકનું મેરીટ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર કરવામાં આવેલા કુલ મેરીટમાં વિધવા ઉમેદવારોને વધારાના 5 ટકા ગુણ મેરીટમાં ઉમેરવામાં આવશે. 

રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને સરકારી નોકરી મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યા પ્રમાણે આગામી વિદ્યા સહાયક ભરતીથી તેનો અમલ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Accident between block and container: વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે કન્ટેનરે છકડાને અડફેટે લીધો, 11 લોકોનાં મોત નિપજ્યા

Gujarati banner 01