meta verse

Metaverse: શું મેટાવર્સ થી બદલાશે ઈન્ટરનેટ ની દુનિયા?: નિખિલ સુથાર

Metaverse: છેલ્લા અમુક મહિનાઓ થી તમે મેટાવર્સ નામની કોઈ વિષય વિશે સાંભળ્યું હશે, કે કદાચ તમે વાંચ્યું હશે કે મેટાવર્સ ઇન્ટરનેટ ની દુનિયા ને બદલશે. કદાચ આપણે બધા એ દુનિયા નો ભાગ બનવાના છીએ. અને કદાચ એટલે જ ફેસબુક, એપિક, રોબ્લોક્સ અને ડઝનેક નાના સ્ટાર્ટઅપ્સ તેમાં શરૂઆત થી જ આગળ રહી ને માર્કેટ માં વર્ચસ્વ વધારવા પ્રયાસ કરી રહ્યા છે.

Metaverse, Nikhil Suthar

શું છે આ મેટાવર્સ?(Metaverse)

મેટાવર્સ, તેના મૂળમાં ઈન્ટરનેટ નું સમાવિત સ્વરૂપ છે: સોશિઅલ મીડિયા ની દુનિયા નો એક એવો અનુભવ જ્યાં તમે તમારા વર્ચ્યુઅલ અવતાર ની મદદ થી તમે લોકો ને મળી શકો, અને હા જે તમને સાદા વીડિયો કૉલ કરતાં વધુ હાજર હોવાનો અનુભવ કરાવશે. જ્યાં અત્યાર ના ફીડ-આધારિત સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ કરતા વધારે વાસ્તવિકતા લાગશે. માત્ર અન્ય લોકો શું કરે છે એ જાણવા ના બદલે હવે તમે, વર્ચ્યુઅલ અવતાર ની મદદ થી વાસ્તવિક સમય માં મળી શકાશે.

આપણી આસપાસ ની દુનિયાની જેમ તે પણ સતત રહેશે, તદુપરાંત જ્યારે તમે મેટાવર્સ સ્પેસ માં ફરી થી વિઝિટ કરો છો, ત્યારે તમારે શરૂઆત થી બધું ફરી થી કરવાની જરૂર રહેશે નહીં.તથા આપણા વાસ્તવિક જીવનની જેમ જ તે તમામ પ્રકારની વસ્તુઓને સમાવી લે છે, કે જે તમે અન્ય લોકો સાથે કરવા માંગો છો: જેમકે તમે કોન્સર્ટ અને અન્ય ઇવેન્ટ્સમાં જવા માંગો, રમતો રમો, હેંગ આઉટ કરો, અને હા, કામ કરો અને ખરીદી કરો.

પરંતુ સ્પષ્ટપણે હજી મેટાવર્સ (Metaverse) સંપૂર્ણપણે અસ્તિત્વ માં નથી — હજુ સુધી તો નહિ જ. જો કે, આપણી પાસે અત્યારે જે આપણી પાસે છે તેને મેટાવર્સ ના પુરોગામી જ કહી શકાય: જેમ કે, વર્ચ્યુઅલ રિયાલિટી, તથા ફોર્ટનાઈટ અને રોબ્લોક્સ. આમ, મેટાવર્સ એ વર્ચ્યુઅલ સ્પેસ નો સમૂહ હશે, જ્યાં તમે અન્ય લોકો સાથે વર્ચ્યઅલ સ્પેસ બનાવી તથા એક્સપ્લોર કરી શકો છો, પછી ભલે ને તેઓ એક જ સ્થળ પર વાસ્તવિકતા માં ના હોય.

માનો કે ના માનો, મેટાવર્સ (Metaverse) તરફનો આ ધસારો ઝકરબર્ગ ના VR ના સાથે પ્રેમ માં પડવા ના લીધે શરૂ થયો ન હતો, પણ તેની પાછળ ઘણા બધા પરિબળો કારણભૂત છે. આજે લાખો લોકો અવતાર-આધારિત ગેમિંગ પ્લેટફોર્મ અપનાવી રહ્યાં છે; કોરોના મહામારી એ બધા ને વાસ્તવિક સમય ની ક્રિયા પ્રતિક્રિયાના નવા સ્વરૂપો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા છે; અને એપલ, એમેઝોન, ગૂગલ અને મેટા જેવી કંપની ઓ સ્માર્ટફોન પછીની આગામી મોટી વસ્તુ શોધવા નો પ્રયાસ કરી રહી છે. અને જ્યારે આ ટ્રેન્ડ્સ વાસ્તવિક સમય માં જયારે આવશે ત્યારે આવશે, પણ હજી પણ કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો હવામાં છે અને ભવિષ્ય માં જ તેનો જવાબ મળી શકશે.

આ પણ વાંચો…The beginning of indian cinema part-2: જ્યારે રાણીનો રોલ કરવા પ્રોસ્ટિટ્યૂટ્સ પણ તૈયાર નહોતી – રાજા હરિશ્ચંદ્ર

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *