Fighter jet Mirage tires stolen

Fighter jet Mirage tires stolen found: ફાઇટર જેટ મિરાજનું ચોરાયેલું ટાયર મળ્યું, ચોરે કહ્યું- ટ્રકનું પૈડું સમજીને લઈ ગયા હતા- વાંચો શું છે મામલો?

Fighter jet Mirage tires stolen found: લખનૌ પોલીસ કમિશ્નરેટ દ્વારા નિવેદન બહાર પાડીને ચોરી થયેલું ટાયર મળી ગયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે

નવી દિલ્હી, 05 ડિસેમ્બરઃ Fighter jet Mirage tires stolen found: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ ખાતે ચોરાયેલું ફાઈટર પ્લેન મિરાજનું પૈડું મળી ગયું છે. જે ચોરોએ તે પૈડાની ચોરી કરી હતી તેમણે જ તેને પરત કરી દીધું છે. ચોરોના કહેવા પ્રમાણે તેમને ખબર નહોતી કે તે મિરાજનું ટાયર છે. તેઓ તેને ટ્રકનું પૈડું સમજીને ચોરી ગયા હતા. જોકે, ટાયર મળ્યા બાદ હજુ પણ આગળની કાર્યવાહી ચાલી રહી છે. 

લખનૌ પોલીસ કમિશ્નરેટ દ્વારા નિવેદન બહાર પાડીને ચોરી થયેલું ટાયર(Fighter jet Mirage tires stolen found) મળી ગયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 2 યુવકોએ બીકેટી એરફોર્સ સ્ટેશન ખાતે અધિકારીઓને આ ટાયર સોંપી દીધું છે. આ ટાયર શહીદ પથના કિનારેથી ચોરી થયું હતું. ગત 01 ડિસેમ્બરના રોજ આ મામલે કેસ નોંધાયો હતો. 

આ પણ વાંચોઃ Omicron Case in india: કર્ણાટક અને ગુજરાત પછી, મુંબઈ- દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટનો દસ્તક- વાંચો વિગત

દીપરાજ અને હિમાંશુ નામના યુવાનોએ આ ટાયરની ચોરી કરી હતી. સંબંધની રીતે દીપરાજ એ હિમાંશુનો ફુઆ છે. બંનેએ જણાવ્યું કે, 26 નવેમ્બરની રાતે 10:30થી 10:45 વચ્ચે શહીદ પથ ખાતેથી એક ટાયર મળ્યું હતું જેને તેઓ ટ્રકનું ટાયર સમજીને ઘરે લઈ ગયા હતા. બાદમાં 03 ડિસેમ્બરના રોજ સમાચાર માધ્યમો દ્વારા મિરાજનું ટાયર ચોરાયું હોવાની જાણ થઈ હતી અને તે શહીદ પથ ખાતેની ઘટના હોવાનો ઉલ્લેખ થયેલો હતો. આ કારણે તેમને તેમના પાસે રહેલું ટાયર મિરાજનું હોવાનું અનુભવાયું હતું. તે ટાયર થોડું અલગ પણ લાગતું હતું. બાદમાં તેમણે તે ટાયર વાયુસેનાને સોંપી દીધું હતું. 

ટ્રક ડ્રાઈવરે લખનૌના આશિયાના થાણા ખાતે અજ્ઞાત લોકો વિરૂદ્ધ કેસ નોંધાવ્યો હતો. ડીસીપી ઈસ્ટ અમિત કુમારના કહેવા પ્રમાણે ટ્રક લખનૌના બખ્શી તળાવ એરબેઝ ખાતેથી સામાન લઈને અજમેર જઈ રહ્યો હતો. તે ટ્રક મિરાજ ફાઈટર પ્લેનના 5 પૈડાં લઈને અજમેર જઈ રહ્યો હતો પરંતુ તેમાં એક ટાયર ગાયબ હતું. ત્યાર બાદ પોલીસે તે મામલે કલમ 379 અંતર્ગત કેસ નોંધ્યો હતો. 

Whatsapp Join Banner Guj