Naman munshi image 600x337 1

Salute and proud of our soldiers: સૈનિકની શહાદત ગર્વિષ્ઠ જ હોય

Salute and proud of our soldiers: ‘ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક’નો એક શાનદાર ડાયલોગ છે – ‘ફર્જ ઔર ફર્જી મેં સિર્ફ એક માત્રા કા ફર્ક હોતા હૈ – ઔર મેં વો માત્રા નહિ બનના ચાહતા’. આવો જુસ્સો દર્શાવે છે સૈનિક.

Salute and proud of our soldiers: મરવું સરળ નથી હોતું, મૃત્યુ સુખદ નથી જ હોતું, વળી આ તો રાષ્ટ્રના સપૂતો હતા. એક દુખદ દુર્ઘટનામાં દેશે, દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહીત તેર લોકોના મોત થયા જેમાં બ્રિગેડિયર, લેફ્ટિનેટ કર્નલ, વિંગ કમાંડર, સ્કવૉડ્રન લીડર, નાયક, લાંસ નાયક, જૂનિયર વોરંટ ઓફિસર, તેમજ હવાલદારનો સમાવેશ હતા. આ દુર્ઘટનામાં ભારતે ઝાંબાઝ સિનિકો ગુમાવ્યા છે. અકસ્માત થતા રહે છે, અકસ્માતો રોજ લોકોના ભોગ લેતા રહે છે પરંતુ આ અકસ્માતે દેશને આઘાત પહોંચાડ્યો છે, દુઃખ પહોચાડ્યું છે. આખા દેશે કોઈક સ્વજન ગુમાવ્યાનું દુઃખ અનુભવ્યું છે.

આજ સમયે કેટલાક તત્વોએ પોતાની મલિન વિચારધારા અને નિમ્ન કક્ષાના ચરિત્રનો પરિચય પણ દેશને કરાવ્યો. મહાન સપુતોનાં આકસ્મિક નિધન પર દેશના કપૂતોએ દ્વેષપૂર્ણ ટીકા-ટિપ્પણી કરી છે, જે કોઈ કાલે સ્વીકાર્ય નથી, સ્વીકાર્ય હોવી પણ ન જોઈએ.

જ્યારે રાષ્ટ્ર ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ પર શોક વ્યક્ત કરી રહ્યું હતું, ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ ઘટના અંગે અસંવેદનશીલ કોમેન્ટ કરી હતી. અપમાનજનક ટિપ્પણી પોસ્ટ કરવા બદલ ગુજરાતમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તે જ રીતે, રાજસ્થાનના ટોંકમાં બહાદુરોની શહાદત અંગે અભદ્ર કોમેન્ટ બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

“જનરલ રાવતના મૃત્યુ પર સોશિયલ મીડિયા પર અસંવેદનશીલ ટિપ્પણી એ વાણી સ્વાતંત્ર્યનો દુરુપયોગ છે ?” આ અંગે એક નેશનલ ન્યુઝ ચેનલે એક સર્વે કર્યો જેમાં ૯૦ ટકા સ્પષ્ટ રૂપે હા કહી હતી પરંતુ ૭ ટકા એ સ્પષ્ટ રૂપે ના કહી હતી. આ ૭ ટકા જ દેશને માટે ઘાતક અને જોખમી છે.

CDS Bipin rawat funeral today

હિંદુ ધર્મના ઇતિહાસના બે મહાન યુદ્ધો રામ-રાવણ તેમજ મહાભારત ઉત્તમ દ્રષ્ટાંતો છે. સ્વયં પ્રભુ શ્રીરામે રાવણને પરાસ્ત કર્યા પછી લક્ષ્મણને તેની પાસે મોકલ્યો હતો તો મહાભારતમાં દરેક રથી – મહારથી, બીજા રથી – મહારથીના મૃત્યુ પછી તેમના બહાદુરીપૂર્ણ મૃત્યુને બિરદાવવાનું ચુકતા ન હતા. જનરલ બિપિન રાવતના મૃત્યુએ દેશને દેશદ્રોહીઓનો પરિચય કરાવી દીધો છે, હવે કામ સરકાર અને સરકારી તંત્ર નું છે કે આવા દેશદ્રોહીઓ પ્રત્યે કોઈપણ પ્રકારની સહાનુભૂતિ દર્શાવ્યા વગર સજા કરવામાં આગળ આવે. આવા તત્વોની જાતિ કે ધર્મ જોયા વગર તેમને કડક દ્રષ્ટાંત રૂપ સજા થવી જોઈએ જેથી આ પ્રકારની ટીકાટિપ્પણી કરનારને સબક શીખવાડી શકાય. ફક્ત સરકાર જ નહિ, વકીલો તેમજ સમાજની પણ ફરજ બને છે કે આ લોકોની તરફદારી કરી જામીન કે બીજી રીતે છોડાવવામાં મદદરૂપ ન થાય. યાદ રહે આવી જ કોઈપણ ઘટના-દુર્ઘટના દરમ્યાન કે પછી, દેશનું ચરિત્ર ઉજાગર કરતુ હોય છે.

આજકાલ શહીદ શબ્દનો પણ ગમે ત્યાં ઉપયોગ થઇ રહ્યો છે. આંદોલનમાં મૃત્યુ પામનાર જોડે પણ શહીદ શબ્દ જોડી શહાદત જેવા મહાન કાર્યને ગૌણ બનાવી દેવામાં આવે છે. આંદોલનમાં કોઈ રાજ્યની બોર્ડર પર ઠંડીમાં ઠુંઠવાઈને મરનાર કોઈ રીતે શહીદ ન જ કહેવાય. શહીદ શબ્દ તો મહામૂલો છે તેને આમ વેડફાઈ નહિ. જે વ્યક્તિ દેશને ખાતર પોતાના કોઈપણ જાતના, કોઈપણ રીતના સ્વાર્થ વગર પોતાની જાન કુરબાન કરે તેમને માટે જ આરક્ષિત રહેવો જોઈએ.

આ પણ વાંચોઃ Coldwave forecast: આજથી ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી, અન્ય વિસ્તારોમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની શક્યતા- વાંચો વિગત

 ‘ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક’નો એક શાનદાર ડાયલોગ છે – ‘ફર્જ ઔર ફર્જી મેં સિર્ફ એક માત્રા કા ફર્ક હોતા હૈ – ઔર મેં વો માત્રા નહિ બનના ચાહતા’. આવો જુસ્સો દર્શાવે છે સૈનિક. જવાનોના આકસ્મિક નિધન સમયે પોતાની બાલિશ વૃત્તિ દેખાડનારા પણ આ સૈનિકોના પ્રતાપે જ સલામત છે એ વાત ભૂલવી કે ભુલાવી ન જ જોઈએ.

આપણે બધા જ તેઓના ઋણી છીએ અને આજીવન ઋણી રહીશું. સૈનિકની શહાદત ગર્વિષ્ઠ જ હોવી જોઈએ.

Whatsapp Join Banner Guj