Naman munshi image 600x337 1

The effect of lockdown and corona:’બંધ’ ના ‘પ્રબંધ’ પર ‘પ્રતિબંધ’ ની જરૂર

The effect of lockdown and corona: ૨૦૨૧નું વર્ષ પૂર્ણ થવામાં ગણતરીના જ દિવસ બાકી છે. શરુ થનારા નવા વર્ષે નવા ઉમંગ અને જોશ સાથે મળશું પરંતુ વિદાય લેતા વર્ષ સાથે ફરી એકવાર આખી દુનિયા ભયભીત થઇ ઉઠી છે કોરોનાના નવા વેરિયન્ટ સાથે. ૨૦૧૯માં જન્મેલી, ૨૦૨૦માં ફૂલેલી-ફાલેલી સમગ્ર માનવ જાતને ચીન તરફથી ભેટમાં મળેલી વિચિત્ર બીમારી ૨૦૨૧માં પુખ્તતા ધારણ કરતા જુદા જુદા રૂપ-સ્વરૂપે ડરાવતી રહે છે.

હિન્દુસ્તાનમાં પણ નવા વેરિયન્ટ ઓમીક્રોનની અસર તો થઇ જ છે, વિદેશ ગયેલા કે વિદેશથી આવતા ભારતીય પ્રવાસી તેમજ વિદેશી મહેમાનોમાંથી કેટલાક નવા વેરિયન્ટને પણ લેતા આવે છે. આ સાથે મીડિયાના સતત ડરાવણા સમાચાર સાથે સરકારની સતર્કતા વધતી ચાલી અને છેવટે સરકારે બંધ-પ્રતિબંધની ગોઠવણ કરવા માંડી. ૨૦૨૨માં થનારી પાંચ રાજ્યની ચૂંટણીઓ રોકવાની માંગ પણ ઉઠવા લાગી છે.

જેમ તેમ કરીને શરુ થયેલી શાળાઓ-કોલેજો બે-પાંચ-દસ કેસો મળતા બંધ, કર્ફ્યુનો સમય વધ્યો, લગ્ન, મેળાવડા કે ૩૧ ડિસેમ્બરની ઉજવણીઓ પર આંશિક રીતે મર્યાદા પણ લાદી દીધી. વાસ્તવમાં આવા વારંવાર ડરના માર્યા બંધો-પ્રતિબંધોના પ્રબંધ જ હવે દૂર થવા જોઈએ.

વારંવારના આવા ઉપાયોથી નાગરિક બેજવાબદાર બની જાય છે, છેવટે રોગ ન લાગવાની-ફેલાવવાની જવાબદારી લોકોની પોતાની પણ છે. કેટલાકને જાણી જોઈને માસ્ક પહેરવું નથી, કોવીડ ગાઇડલાઇન પાળવી નથી. અરે, જીવનદોરી સમાન રસી (વેક્સીન) ધર્મ કે ચિત્ર-વિચિત્ર માન્યતા કે ભ્રમને કારણે મુકાવવી નથી. આ માટે કેટલાક અખબારોનું વિકૃત માનસિકતા કે કપટી નીતિને કારણે બેજવાબદારીભર્યું વલણ પણ હેતુ છે. ‘રસી લીધી હોવા છતાં’ કે ‘ફલાણી-ઢીકણી રસીના બંને ડોઝ લીધા હોવા છતાં કોરોના’ જેવા ટાઇટલ્સ લોકોને રસી બાબતે ભ્રમિત કરે છે.

Lockdown: Was ist ab Montag noch erlaubt? - Coronavirus -- VOL.AT

એક વાત સર્વ કોઈએ સ્વીકારવી પડશે કે બંધ-પ્રતિબંધ ફક્ત ને ફક્ત કામચલાઉ ઉપાયો છે તેનાથી અનેક પ્રકારનું આર્થિક નુકસાન થાય છે. કાયમી ઉપાય તો જ્યાં સુધી આખા વિશ્વમાંથી કોરોના જાય નહિ, તેની અસર ઓછી થાય નહિ ત્યાં સુધી સ્વયંની દરકાર અને સતર્કતા જ છે. સરકારની મજૂબૂરી છે કે તેણે કેટલાક બેજવાબદાર નાગરિકોના કારણે, બધા નાગરિકોના રક્ષણાર્થે આવા પ્રતિબંધો ઠોકવા પડે છે. કેમ કે સરકારને કોરોનાના શિકાર બનતા બેજવાબદાર કે નિર્દોષ નાગરિકો પાછળ કરવો પડતો ખર્ચ કઠે છે જે સ્વાભાવિક પણ છે.

આર્થિક, સામાજિક, વ્યાપારિક, રાજકીય કે રાજનૈતિક દરેક પ્રવૃત્તિ કોઈપણ જાતના બંધ-પ્રતિબંધ વગર ચાલવી જ જોઈએ, આપણે નાગરિકે અને સરકારે કોવીડ-કોરોના સાથે જ જીવવાનો પડકાર ઝીલવો જ પડશે, સ્વીકારવો જ પડશે. વારેઘડીએ વધતા કેસોથી ડરીને છટકવૃત્તિ સમાન સૌથી સરળ-સુલભ ઉપાય અપનાવવા કરતા સંસાધનો ઉભા કરી વધતા કેસો અટકાવવા જોઈએ. સરકારે કેટલાક કઠોર કદમ પણ અજમાવવા જોઈએ જેમ કે જેમણે રસી નથી મુકાવી તેઓનો સરકારી ખર્ચે ઈલાજ પણ ન થવો જોઈએ.

હા જ્યાં સુધી બાળકોનો સવાલ છે તેઓનો વિશેષ ખ્યાલ રાખવો જ જોઈએ. લગ્ન સમારંભ, અન્ય મેળાવડા-જમાવડા કે રાજકીય પક્ષોના કાર્યક્રમો પર રોક કે મર્યાદા લગાવવાના બદલે આવા સામુહિક પ્રસંગોનો જ લાભ ઉઠાવવો જોઈએ. આયોજકો અને સરકારના સુમેળથી લોકોની જાગરૂકતા વધે, સતર્કતા વધે, રસીકરણ વધે, ટેસ્ટિંગ-ચેકીંગ વધે તેવા કાર્યક્રમો આવા સ્થળે ગોઠવી શકાય. કોરોનાની અનેક લહેરો, અનેક વેરિયન્ટ આવતા-જતા રહેશે.

આ પણ વાંચોઃ Pariksha pe charcha 2022: પીએમ મોદી સાથે પરીક્ષા પર ચર્ચામાં ભાગ લેવા માટે જાણો ક્યારેથી શરૂ થશે રજીસ્ટ્રેશન- વાંચો વિગત

Whatsapp Join Banner Guj