central university in ladakh

four g mobile connectivity: કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણયો, પાંચ રાજ્યોના 7000થી વધુ ગામોને ફોર-જી મોબાઇલ કનેક્ટિવિટી મળશે

four g mobile connectivity: કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આ નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના 44 જિલ્લાઓના 7000થી વધુ ગામોમાં મોબાઇલ ટાવર કનેક્ટિવિટી આપવામાં આવશે

નવી દિલ્હી,18 નવેમ્બર: four g mobile connectivity: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલ કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આ નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના 44 જિલ્લાઓના 7000થી વધુ ગામોમાં મોબાઇલ ટાવર કનેક્ટિવિટી આપવામાં આવશે. 

સરકારના કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ ગામોને ફોર-જી મોબાઇલ સેવાઓ પ્રદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 6466 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે પાંચ રાજ્યો આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના 44 જિલ્લાઓના 7266 ગામોમાં મોબાઇલ ટાવરની સુવિધા આપવામાં આવશે. આ યોજના પર કુલ 6466 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ Police arrest 3 ashram dwellers: અમદાવાદમાં કંગના રાણાઉતના પૂતળા દહનનો કાર્યક્રમ જાહેર કરનાર 3 આશ્રમવાસીઓને પોલીસે નજરકેદ કર્યા

એક અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ માઓવાદ પ્રભાવિત, આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના(પીએમજીએસવાય) હેઠળ કુલ 32,152 કિમી સડકનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ કુલ33,822 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટીની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. 

આ 33,822 કરોડ રૂપિયાના ખર્ચ પૈકી 22,978 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ વિકાસ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ગ્રામીણ વિકાસ વિભાગની માગને પગલે પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના 1 અને 2ની મુદ્દ્ત સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં અવી છે.

Whatsapp Join Banner Guj