Vastrapur

Vastrapur Multistory flats: અમદાવાદના વસ્ત્રાપુર ખાતે 520 બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ.

Vastrapur Multistory flats: અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રૂ.૧૫૨ કરોડના ખર્ચે નિર્મિત ‘ડી-૧,સી,અને બી કેટેગરીના ૫૨૦ બહુમાળી આવાસો

  • કર્મચારીઓને અદ્યતન અને ગુણવત્તાસભર મકાનો ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે : કર્મચારીઓ શાંતિપુર્ણ પારિવારિક જીવન જીવી શકે તેવો ધ્યેય છે – નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ

અમદાવાદ , ૦૧ જુલાઈ: Vastrapur Multistory flats: નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું છે કે, કર્મચારીઓ પોતાના જે-તે કાર્ય સ્થળે રહે અને તેમને રહેવા માટેની સારી સગવડ મળે તો તેમની કાર્યક્ષમતામાં વધારો થતો હોય છે અને તેમનુ કાર્ય સારી રીતે કરી શકે છે. કર્મચારીઓને અધ્યતન અને ગુણવત્તાસભર મકાનો ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે પરિણામલક્ષી કામગીરી હાથ ધરી છે અને આ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો…Nurses salaries increase: 18 હજાર નર્સોનો વધી જશે પગાર, 135 ટકાના વધારા સાથે રાજ્ય સરકારે મંજૂર કર્યું આ એલાઉન્સ

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર અને ગુલબાઇ ટેકરા અમદાવાદ ખાતે રૂ. ૧૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડી-૧, સી અને બી -કક્ષાના ૫૨૦ બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.