VDR electric supply meeting

Kisan Suryodaya Yojana: વડોદરા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે ઉર્જા વિભાગનું વિશેષ આયોજન

Kisan Suryodaya Yojana: ડિસેમ્બર -૨૦૨૧ સુધીમાં વડોદરા જિલ્લાના બીજા ૧૦૬ ગામ તથા ફેબ્રુઆરી -૨૦૨૨ સુધીમાં ૩૯ ગામ એમ કુલ ૧૪૬ ગામને દિવસે વીજળી આપવાનું શરૂ કરી દેવાનું આયોજન – ઊર્જા મંત્રીસૌ ભભાઈ પટેલ

  • જિલ્લાના ૧૬૧ ગામના ખેડૂતોને દિવસે વીજળી મળવાનું શરૂ

વડોદરા, ૦૧ જુલાઈ: Kisan Suryodaya Yojana: રાજ્યના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે , મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ પગલા લીધેલ છે.ખેડૂતો માટે વધુ એક હિતકારી પગલું લઈને રાજ્ય સરકારે ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે જેનો લાભ વડોદરા જિલ્લાના ખેડૂતો ને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ (Kisan Suryodaya Yojana) યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના યોજનામાં સમાવિષ્ટ ૬૩૬ ગામના લાભાર્થી ખેડૂતો અંગે વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે ,અત્યાર સુધીમાં વડોદરા જિલ્લાના ૧૬૧ ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તથા ર૧ સર્કીટ કિલોમીટર ૬૬ કે.વી. લાઈન ઉભી કરીને ડિસેમ્બર -૨૦૨૧ સુધીમાં બીજા ૧૦૬ ગામ તથા ફેબ્રુઆરી -૨૦૨૨ સુધીમાં ૩૯ ગામ એમ કુલ ૧૪૫ ગામને દિવસે વીજળી આપવાનું શરૂ કરવાનું આયોજન છે . જિલ્લાના બાકી રહેતા ૩૩૦ ગામના ખેડૂતોને પણ દિવસે વીજળી આપી શકાય તે માટે હયાત વીજ માળખામાં જરૂરી વધારો કરવાનું તથા મજબૂતીકરણનું આયોજન કરવામાં આવ્યું છે જે કામગીરી સત્વરે પૂર્ણ કરીને જિલ્લાના તમામ ગામોને દિવસે વીજળી આપવાનું ઘનિષ્ઠ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ અને ઘરવપરાશ માટે ગુણવત્તા યુક્ત અને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડોદરા નજીક વરણામા ખાતે વીજ વિભાગના અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉર્જા મંત્રી સમક્ષ વડોદરા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં રજૂ કરવામાં આવેલ મહત્તમ પ્રશ્નોનો મંત્રી થતા અધિકારીઓની ઉપસ્થિતિમાં હકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…Vastrapur Multistory flats: અમદાવાદના વસ્ત્રાપુર ખાતે 520 બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ.

વડોદરા જિલ્લાના વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર અને વિક્ષેપ રહિત વીજ પુરવઠો મળે (Kisan Suryodaya Yojana) તે માટે છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં ૭ નવા ૬૬ કે.વી. સબ – સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. આગામી ત્રણ વર્ષમાં બીજા ૧૩ નવા સબ – સ્ટેશન બનાવવાનું આયોજન છે . જે પૈકી વડોદરા શહેરમાં ગોરવા , જામવાડી , માંજલપુર , જયુબીલી બાગ , સલાટવાડા અને ફતેગંજ ખાતે નવા ૬૬ કે.વી. સબ – સ્ટેશનો બનાવવાનું આયોજન છે . વડોદરા તાલુકામાં સોખડા ખાતે ડભોઈ તાલુકામાં કુંઢેલા ખાતે , કરજણ તાલુકામાં ભરથાણા , ધનોરા અને સાગડોલ ખાતે , સાવલી તાલુકામાં મોકસી ખાતે અને શિનોર તાલુકામાં ઉતરાજ ખાતે નવા ૬૬ કે.વી. સબ સ્ટેશન બનાવવાનું આયોજન છે .

વડોદરા જિલ્લાના ખેડૂતોને ગુણવત્તાસભર અને વિક્ષેપ રહિત વીજ પુરવઠો મળે તે માટે છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં હયાત ખેતીવાડી ફિડરોનું વિભાજન કરીને ૧૫૬ નવા ખેતીવાડી વીજ ફિડરો કાર્યાન્વિત કરવામાં આવ્યા છે તથા ચાલુ વર્ષે બીજા નવા પાંચ ખેતીવાડી ફિડરો કરવાનું આયોજન છે. ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું કે ગામડાઓમાં અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે દરેક તાલુકામાં એક મરામત ટુકડી મૂકવામાં આવશે, એટલુ જ નહી જે તાલુકામાં વધુ ગામડાઓ હશે ત્યાં વધુ એક ટુકડી ફાળવવામાં આવશે જેથી સત્વરે મરામત કામગીરી થઇ શકશે અને ઝડપથી વીજ પુરવઠો કાર્યાન્વિત થઈ શકશે.

વડોદરા જિલ્લામાં સૂર્ય ગુજરાત યોજના હેઠળ ૩૩૭૦૨ ઘર ઉપર ૧૩૦ મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે .જેના કારણે આ ગ્રાહકો પ્રદુષણ મુક્ત એવી સૌર ઉર્જાના વપરાશ થકી વીજ બીલમાં બચતનો લાભ મેળવી રહ્યા છે .તેમજ સ્વવપરાશ ઉપરાંતની વીજળી વેચીને આવક મેળવે છે. નાના રોકાણકારો પણ સૂર્ય ઉર્જાના ઉત્પાદનમાં યોગદાન આપી શકે તે માટેની રાજ્ય સરકારની નવતર યોજના “ સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુટર સોલાર પ્રોજેકટ્સ ‘ ‘ હેઠળ વડોદરા જિલ્લામાં કુલ ૩૫ અરજદારો દ્વારા ૨૦ મેગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેકટ માટે વીજ કંપની સાથે કરાર કરવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj

આ સોલાર પ્રોજેકટના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકો વધશે તેમજ આ ઉત્પાદિત થનાર સૌર ઉર્જા જિલ્લાના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં મદદરૂપ થશે . દિવસે વીજળી આપવાની ખેડૂતોની વર્ષો જુની માંગણી સાકાર થવાથી ખેડૂતોની મુશ્કેલીઓ દુર થશે , કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થશે અને ખેડૂતોની આવક વધશે અને ખેડૂતો રાજ્યના અને તે થકી દેશના વિકાસમાં સહભાગી બનશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ બેઠકમાં (Kisan Suryodaya Yojana) જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ,જિલ્લા પક્ષ અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ,પરાક્રમસિંહ જાડેજા,ધારાસભ્યો સર્વ કેતનભાઈ ઇનામદાર, અક્ષયભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ,પદાધિકારીઓ, ઉર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, એમ.જી.વી.સી.એલના એમ.ડી. તુષાર ભટ્ટ, જેટકોના એમ.ડી. ઉપેન્દ્ર પાંડે, ટેકનિકલ ડાયરેક્ટર એચ.પી.કોઠારી, તાલુકા અને નગરપાલિકાના આગેવાનો સહિત વીજ કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા.