Vibrant Gujarat Global Summit 2022

Vibrant Gujarat Global Summit 2022: CM પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રથમ રોડ શોના પ્રારંભે દિલ્હી ખાતે અગ્રણીઓ સાથે બેઠક કરી

Vibrant Gujarat Global Summit 2022: મુખ્યમંત્રીએ આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડ ના એમ.ડી અને સી ઈ ઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી

ગાંધીનગર, 25 નવેમ્બરઃ Vibrant Gujarat Global Summit 2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022) ના પ્રથમ રોડ શો ના પ્રારંભે નવીદિલ્હી માં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી દિવસ ની શરુઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડ ના એમ.ડી અને સી ઈ ઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રી ને માહિતગાર કર્યા હતા.

ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડ ના રોકાણ ની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકાર ના સંપૂર્ણ સહયોગ ની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નું પણ આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચોઃ Tulsi vivah: અમેરિકાના કેલિફોર્નિયાના બેલફ્લાવર સિટીના શ્રીજી મંદિર ખાતે રવિવારે તુલસી વિવાહનો પાવન અવસર યોજાયો

Advertisement
Whatsapp Join Banner Guj