Beauty tips: શિયાળામાં શુષ્ક અને નિર્જીવ ત્વચાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

Beauty tips: આજકાલ બજારમાં ઘણી બધી ક્રિમ ઉપલબ્ધ છે, પરંતુ કેટલીકવાર તે પણ ત્વચા પર ખાસ અસર કરતી નથી.

હેલ્થ ડેસ્ક, ૦૯ નવેમ્બર: Beauty tips: શિયાળાની શરૂઆત સાથે જ આપણી ત્વચા પર સૌથી પહેલા તેની અસર જોવા મળે છે. શિયાળામાં ઠંડીને કારણે આપણી ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. શુષ્ક અને નિર્જીવ ત્વચા માત્ર જોવા માટે નકામી નથી પણ પીડાદાયક પણ છે. આવી સ્થિતિમાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે જેથી ત્વચાની ભેજ જળવાઈ રહે. જો કે આજકાલ બજારમાં ઘણી બધી ક્રિમ ઉપલબ્ધ છે, પરંતુ કેટલીકવાર તે પણ ત્વચા પર ખાસ અસર કરતી નથી.

જો કે, કેટલાક ઘરગથ્થુ ઉપચાર છે જેની મદદથી તમે ઘરે બેસીને તમારી ત્વચાને મુલાયમ બનાવી શકો છો. આજના લેખ માં અમે તમને સ્કિનને કોમળ બનાવવાની કેટલીક અસરકારક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.

ઓલિવ ઓઈલ

Beauty tips: ઓલિવ ઓઈલ ત્વચાની સંભાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તમારી ત્વચાને કોમળ અને મુલાયમ બનાવવા માંગો છો તો ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો. તેમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ફેટી એસિડ્સ ત્વચાના કોષોને રિપેર કરે છે અને ત્વચાને કોમળ બનાવે છે. આ માટે તમારા હાથ અને પગ પર ઓલિવ ઓઈલના થોડા ટીપા લો અને તેનાથી તમારી ત્વચા પર મસાજ કરો. તેનાથી તમારી શુષ્ક ત્વચા થોડા જ દિવસોમાં ફૂલ જેવી કોમળ બની જશે.

ઓટમીલ

તમે શિયાળામાં શુષ્ક ત્વચાને નરમ બનાવવા માટે ઓટમીલનો ઉપયોગ કરી શકો છો. તે કુદરતી એક્સ્ફોલિયેટરની જેમ કામ કરે છે. તે ત્વચા પર હાજર મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાની ખરબચડી દૂર કરે છે. આ સાથે, ઓટમીલમાં હાજર પ્રોટીન ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે, જે ત્વચાને નરમ રાખે છે.

નાળિયેર તેલ

શુષ્ક અને નિર્જીવ ત્વચા માટે નારિયેળ તેલ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર ફેટી એસિડ હાથની ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને શુષ્ક ત્વચાને કોમળ અને મુલાયમ બનાવે છે. આ માટે તમારી હથેળી પર નારિયેળ તેલના થોડા ટીપા લો અને ત્વચા પર મસાજ કરો. આમ કરવાથી શુષ્ક અને નિર્જીવ ત્વચા થોડા જ દિવસોમાં કોમળ બની જશે.

માખણ અને બદામ

તમારી ત્વચાને નરમ અને કોમળ બનાવવા માટે તમે માખણ અને બદામના તેલથી હોમમેઇડ ક્રીમ પણ બનાવી શકો છો. આ માટે એક બાઉલમાં બે ટેબલસ્પૂન બટર અને એક ચમચી બદામનું તેલ લો અને બંનેને સારી રીતે મિક્સ કરો. આ પછી તમારી ત્વચા પર આ ક્રીમ લગાવો અને મસાજ કરો. બદામના તેલમાં વિટામિન E પૂરતી માત્રામાં હોય છે જે શુષ્ક અને ફાટેલી ત્વચાને ઠીક કરવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો આ ક્રીમને નાના કન્ટેનર માં પણ સ્ટોર કરી શકો છો.

દૂધની મલાઈ

શુષ્ક અને નિસ્તેજ ત્વચા માટે દૂધની મલાઈ એ અનોખો ઘરેલું ઉપાય છે. દૂધની મલાઈ માં પૂરતી માત્રામાં ચરબી હોય છે જે ત્વચા ના ખોવાયેલા ભેજને પાછો લાવવામાં મદદ કરે છે. આ સાથે તેમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાના પીએચ લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે બજારમાં ઉપલબ્ધ ક્રિમ અને મોઈશ્ચરાઈઝરમાં દૂધની મલાઈનો ઉપયોગ કરવામાં આવે છે.

લીંબુ, ખાંડ અને મધ  

નરમ ત્વચા મેળવવા માટે તમે લીંબુ, ખાંડ અને મધથી બનેલા સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો. મધ કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાની ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. સાથે જ લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે ત્વચાને કોમળ બનાવવાની સાથે ત્વચાની કાળાશ પણ દૂર કરે છે. આ માટે એક બાઉલમાં બે ચમચી મધ અને એક ચમચી ખાંડ લો. હવે તેમાં એક લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને તમારી ત્વચા પર મસાજ કરો અને થોડીવાર માટે છોડી દો. પાણીથી સાફ કર્યા પછી, મોઇશ્ચરાઇઝર લગાવો.

આ પણ વાંચો…Gujarat ranks first in the country: LEADSમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે દેશભરમાં પ્રથમ ક્રમે આવ્યું

Whatsapp Join Banner Guj