danta rajvi death

Danta rajvi family: દાંતા રાજવી પરિવારના મધુસુદનસિંહજી પરમાર નું અવસાન થતાં દાંતા તાલુકામાં શોક છવાઈ ગયો હતો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૮ નવેમ્બર:
Danta rajvi family: યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબા નું પ્રાચીન મંદિર છે. હાલમાં દિવાળી પર્વ પર મોટી સંખ્યામા ભક્તો અંબાજી ખાતે દર્શન કરવા આવી રહ્યા છે. દાંતા તાલુકામાં દાંતા સ્ટેટના રાજવી શાહી પરિવારનું વિશેષ મહત્વ રહ્યુ છે. ૦૭ નવેમ્બરના રોજ દાંતા રાજવી પરિવારના મધુસુદનસિંહજી ભવાનીસિહજી પરમાર નું અવસાન થતાં દાંતા તાલુકામાં શોક છવાઈ ગયો હતો.

૦૮ નવેમ્બરના રોજ દીવડી નિવાસસ્થાને રાજવી (Danta rajvi family) મધુબના ના પાર્થિવ દેહને દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા આવ્યાં હતા. દાંતા રાજવી પરિવાર નુ આખું કુટુંબ હાજર રહ્યુ હતુ. દીવડી થી દાંતા ખાતે પાલખી યાત્રા યોજાઇ હતી. રાજવીના પાર્થિવ દેહને વાહન દ્વારા અંબાજી નજીક કોટેશ્વર ખાતે અંતીમ ધામ મા લવાયો હતો અને શાહી સન્માન સાથે અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Danta rajvi family: દાંતા ના બજારો સંપૂર્ણ બંદ રહ્યા રાજવી ના નિધન ના સમાચાર સાંભળી દાંતા તાલુકામાં શોક છવાઈ ગયો હતો અને 8 નવેમ્બર થી વહેલી સવારથી દાંતા ગામની તમામ દુકાનો સંપૂર્ણ બંદ રહી હતી અને વેપારી લોકો પાલખી યાત્રા મા જોડાઇ પોતાનાં રાજવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મધુબના સ્વભાવે મૃદુભાષી અને હસમુખા હતા.

આ પણ વાંચો…Gujarat ranks first in the country: LEADSમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે દેશભરમાં પ્રથમ ક્રમે આવ્યું

આજે તેમની પાલખી યાત્રા દીવડી થી દાંતા થઈ અંબાજી કોટેશ્વર તરફ઼ આગળ વધી રહી હતી ત્યારે જગ્યાં જગ્યાં પર લોકો તેમની પાલખી યાત્રા ના દર્શન કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મોટી સંખ્યામાં રાજવી પરિવાર, મિત્રો,ગ્રામજનો સહિત કોટેશ્વર અંતીમ ધામ ખાતે લોકો આવ્યા હતા અને અંતીમ દર્શન કર્યા હતા.ખૂબ મોટી સંખ્યામા વાહનો મા લોકો રાજવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Whatsapp Join Banner Guj