Tokyo olympics 2021 closing ceremony

Tokyo olympics 2021 closing ceremony: ભારત સાત મેડલ સાથે 48 માં સ્થાને, વાંચો ક્યા દેશે કયુ સ્થાન મેળવ્યું?

Tokyo olympics 2021 closing ceremony: અમેરિકાના કુલ ૧૧૩ મેડલ, ચીન ૩૮ ગોલ્ડ સાથે ૮૮ મેડલ જીતીને બીજા સ્થાને : જાપાન ૨૭ ગોલ્ડ સાથે ત્રીજું

સ્પોર્ટ્સ ડેસ્ક, 09 ઓગષ્ટઃ Tokyo olympics 2021 closing ceremony: ટોક્યોમાં 17 દિવસ સુંધી યોજાયેલા ‘ઓલિમ્પિક રમતોત્સવ’ રવિવારે એટલે કે, 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થયો. મેડલો પ્રાપ્ત કરવાની દ્રષ્ટીએ ભારત એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સાથે 48 માં ક્રમે રહ્યું. બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ આજના સમાપન સમારોહમાં તિરંગો પકડીને ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું.

ઉદઘાટન સમારોહમાં ખેલાડીઓએ પરંપરાગત પોશાક પહેર્યો હતો, જ્યારે તેઓ સમાપન સમારોહમાં ટ્રેક સૂટ પહેરેલા જોવા મળ્યા હતા. સમાપન સમારોહમાં માત્ર થોડા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટોક્યો ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં મેન્સ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરી કોમ ભારતના ધ્વજવાહક હતા.

આ પણ વાંચોઃ Shankarsinh vaghela: શું ખરેખર કોંગ્રેસ ફરી શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થશે? વાંચો વિગત

રમતોનાં આ મહા કુંભમાં 205 દેશો, 33 રમતો, 339 ઇવેન્ટ્સ અને 11 હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની સૌથી મોટી ટુકડી (128) ટોક્યો પહોંચી હતી, જેણે કુલ 18 સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ કેટલાક મેડલ સુધી પહોંચવાથી ચૂકી ગયા પરંતુ કેટલાક વિજયી બન્યા અને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું.

ટોક્યો ઓલિમ્પિકમાં સૌથી વધુ ગોલ્ડ જીતવાની રેસમાં અમેરિકાએ છેક છેલ્લા દિવસે ચીનને પાછળ પાડતાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતુ. અમેરિકાએ ૩૯ ગોલ્ડ મેડલની સાથે સાથે ૪૧ સિલ્વર અને ૩૩ બ્રોન્ઝ એમ કુલ ૧૧૩ મેડલ્સ જીત્યા હતા. જ્યારે બીજા ક્રમે રહેલા ચીનને ૩૮ ગોલ્ડ, ૩૨ સિલ્વર અને ૧૮ બ્રોન્ઝ એમ કુલ ૮૮ મેડલ્સ મળ્યા હતા. ભારતે તેના ઓલિમ્પિક ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ એમ કુલ સાત મેડલ જીત્યા હતા. ટોક્યો ઓલિમ્પિક(Tokyo olympics 2021 closing ceremony)માં કુલ મળીને ૯૩ દેશોના ખેલાડીઓએ મેડલ જીત્યા હતા. જેના કારણે મેડલ ટેલીમાં ભારતને ૪૮મો ક્રમ મળ્યો હતો. 

મહામારીના ઓછાયા વચ્ચે યોજાયેલા ઓલિમ્પિક(Tokyo olympics 2021 closing ceremony)માં ચીને શરૃઆતના દિવસોથી  જ મેડલ ટેલીમાં ટોચ પર પ્રભુત્વ જમાવ્યું હતુ. છેક ગઈકાલ સુધી ચીન અમેરિકા કરતાં બે ગોલ્ડ વધુ જીત્યું હોવાથી ટોચ પર હતુ. જોકે આખરી દિવસે અમેરિકાએ વધુ ત્રણ ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. જ્યારે ચીનને આખરી દિવસે એક પણ ગોલ્ડ મળ્યો નહતો. જેના કારણે અમેરિકાએ મેડલ ટેલિમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતુ. યજમાન જાપાને ઘરઆંગણે નોંધપાત્ર દેખાવ કરતાં ૨૭ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝની સાથે ૫૮ મેડલ્સ જીત્યા હતા. જ્યારે ગ્રેટ બ્રિટન ૨૨ ગોલ્ડ સાથે ચોથા, રશિયન ઓલિમ્પિક કમિટી ૨૦ ગોલ્ડ સાથે પાંચમા ક્રમે રહી હતી. 

આ પણ વાંચોઃ Shilpa and her mother: શિલ્પાની મુશ્કેલીમાં થયો વધારો, પતિ બાદ અભિનેત્રી અને તેની માતા પર લાગ્યા આ આરોપ- વાંચો શું છે મામલો?

પીએમ મોદીએ જાપાન સરકારનો આભાર માન્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક(Tokyo olympics 2021 closing ceremony) સુરક્ષિત રીતે યોજવા બદલ જાપાન સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય ટુકડીએ જીતેલા મેડલોએ દેશને ગૌરવ અપાવ્યું છે અને તે જ રીતે નવી પ્રતિભાઓને ઓળખવા માટે ગ્રાસરૂટ લેવલ પર રમતોને વધુ લોકપ્રિય બનાવવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખવાનો સમય આવી ગયો છે.

Whatsapp Join Banner Guj