Heart attack at young age

Heart attack at young age: અત્યારે સૌથી મોટો પ્રશ્ન- નાની ઉંમરમાં કેમ આવે છે હાર્ટ એટેક?

Heart attack at young age: ગત એક વર્ષમાં યુવાનોમાં હાર્ટ એટેકેથી મોતના કેસ વધી રહ્યા છે

હેલ્થ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃ Heart attack at young age: સામાન્ય રીતે એક ખાસ ઉંમરમાં હદય સાથે જોડાયેલી બિમારી અને હાર્ટ એટેક (Heart Attack) ના મામલા સામે આવે છે. પરંતુ ગત એક વર્ષમાં યુવાનોમાં હાર્ટ એટેકેથી મોતના કેસ વધી રહ્યા છે. આવો જાણીએ શું છે તે કારણ જેના લીધે યુવાનો ઝડપથી હાર્ટ સંબંધિત બિમારીઓનો શિકાર થઇ રહ્યા છે. 

  • જંક ફૂડમાં કેલરીની માત્રા ખૂબ વધુ હોય છે અને તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ વધી જાય છે. વધુ જંક ફૂડ ખાવાથી હાર્ટ સંબંધિત રોગોનો ખતરો વધી જાય છે.
  • વ્યસ્ત જીવનશૈલી અને ડાયલનો ખ્યાલ ન રાખવાના લીધે પણ યુવાનોમાં આ સમસ્યાનો સામનો આવી રહ્યો છે. સતત કામ કરવાના વર્ક પ્રેશર, કલાકો બેસવાની આદતો અને જંક આ વાતો સ્વાસ્થ્ય પર ખરાબ અસર નાખે છે. તો બીજી તરફ તમે ભૂખ લાગતાં જંક ફૂડ ખાવ છો, તેની અસર રક્ત વાહિકાઓ પર પડે છે. તેના લીધે નાની ઉંમરમાં હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે. 
  • હાર્ટ એટેક માટે એવું નથી કે આ તમને કોઇ ખાસ ઉંમરમાં આવી શકે છે. કોઇપણ વ્યક્તિ તેનો શિકાર થઇ શકે છે, પરંતુ જો તમને કંઇ ખાસ લક્ષણ જોવા મળે તો તમે સતર્ક થઇ જવું જોઇએ. 

આ પણ વાંચોઃ Savan somawar importance: આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, જાણો મહિલાઓ શ્રાવણના સોમવાનું વ્રત શા માટે કરે છે?

  • બોલીવુડ સેલિબ્રિટીઝની માફક બોડી બનાવવાના ચક્કરમાં યુવાનો કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે અને ઘણીવાર ન્યૂટ્રિશન સપ્લીમેંટ લેવા લાગે છે. તેમાં એમ્બોલિક સ્ટેરોયડ જેવી પ્રોડક્ટ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. એક્સપર્ટના અનુસાર તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધતો જાય છે. 
  • મોટાભાગના યંગસ્ટર્સ 18 થી 25ની ઉંમરમાં જ સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન શરૂ કરી દે છે. ડોક્ટરોના અનુસાર યુવાનોના હાર્ટ સાથે સંકળાયેલી બિમારીઓનું મોટું કારણ છે. પોતાના એડિક્શનના લીધે યુવા કાર્ડિયોવાસ્કુલર હાર્ટ ડિસીઝનો શિકાર થઇ રહ્યા છે, જેથી હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. 
  • ઉંઘ ન આવવી, શ્વાસ લેવામાં સમસ્યા, વધુ પડતો થાક, અનિયમિત ધબકારા અને પગમાં સોજો હાર્ટ  એટેકના લક્ષણ હોય શકે છે. આ લક્ષણ પર ધ્યાન આપો અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. 
Whatsapp Join Banner Guj