moong dal water

Moong dal water: વજન ઘટાડવા માટે આજે તમારા ડાયેટમાં સામેલ કરો મગની દાળનું પાણી જરૂર ફાયદો થશે..!

Moong dal water: મગની દાળનો ઉપયોગ અમુક લોકો રાતના જમવામાં વધુ પડતો કરે છે કારણ કે તે સારું ડાયેટ ગણી શકાય

હેલ્થ ડેસ્ક, 11 જુલાઇઃ Moong dal water: મગની દાળનો ઉપયોગ મોટાભાગે બધાંના ઘરમાં થતો હોય છે. મગની દાળનો ઉપયોગ અમુક લોકો રાતના જમવામાં વધુ પડતો કરે છે કારણ કે તે સારું ડાયેટ ગણી શકાય છે. તે શરીરને સ્વાસ્થ્ય માટે સારામાં સારી દાળ છે, અને તે માત્ર સ્વાસ્થ્યને લગતી જે પણ કંઈ સમસ્યા છે તેને દૂર તો કરે જ છે સાથે સાથે પોષણ આપે છે અને શરીર માટે ઘણી ફાયદારૂપ સાબિત થાય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, મેગ્નીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કૉપર, ઝિંક અને વિટામિન્સ જેવાં પોષકતત્વો તેમાં જોવા મળે છે.

 ખાસ વાત એ છે કે માત્ર મગની દાળ જ નહીં, તેનું પાણી પણ ઘણું ફાયદાકારક છે. જો તમે આ દાળના પાણીનું સેવન રોજ કરશો તો તમારા શરીરમાં જે પણ પોષણતત્વોની ઉણપ છે તેને દૂર કરશે. મગની દાળ(Moong dal water)નો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે.

ગુજરાતીઓના ભોજનમાં મગની દાળનો ઉપયોગ અલગ-અલગ રીતે કરે છે.. જેમ કે, લાડુ, પરોઠા, હલવો, શાક તરીકે તેનો ઉપયોગ કરે છે.આવો જાણીએ મગની દાળનું પાણી(Moong dal water) સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે…

વજન ઘટાડવા- હંમેશા લોકો તેમના વજનને લઈને ચિંતા કર્યા કરતા હોય છે. તેવામાં લોકો કેટલાક ઘરેલુ ઉપચાર કરતા હોય છે, પરંતુ તેમનું શરીર ઓછું થતું હોતું નથી. તે સમયે નિયમિત એક ગ્લાસ મગની દાળનું પાણી પીવો. જોકે દાળમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને તે મેટાબોલિઝ્મને બૂસ્ટ પણ કરે છે. તેના કારણે તમે સરળતાથી વજન ઘટાડી શકશો.

તમારી બોડીને ડિટૉક્સ કરે છે- નિયમિત રીતે જો તમે મગની દાળનું પાણી પીશો તો તમારા શરીરમાં જે પણ બગાડ હશે તેને દૂર કરશે, જેનાથી તમારું આખું શરીર ડિટૉક્સ થશે. તે લિવર, લોહી, આંતરડાને ક્લીન કરવાનું પણ કામ કરે છે. જેથી તમે ઘણી બીમારીથી દૂર રહી શકશો.

ડાયાબિટીસને કંટ્રોલ કરે છે- મગની દાળ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. આ પાણી શરીરમાં ઈન્સુલિનના લેવલને સામાન્ય રાખે સાથે તે બ્લડ ગ્લૂકોઝને પણ નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. તેના કારણે ડાયાબિટીસના દર્દી માટે આ પાણી બહુ જ ગુણકારી છે.

ઘરે આ રીતે તૈયાર કરો મગની દાળનું પાણી – સૌથી પહેલા અડધી વાડકી દાળ લઈ ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. અને તેમાં બે ગ્લાસ પાણી રેડી પ્રેશર કુકરમાં નાખી, જરૂર મુજબ મીઠું ઉમેરો અને ઢાંકણ ઢાંકી દો. તેમાં 2-3 સીટી થાય પછી બંધ કરી દો. થોડી વાર ઠંડું થવા દો ત્યારબાદ ઢાંકણ ખોલી દાળને મેશ કરી લો અને તેને ગ્લાસમાં ભરી પીવું. સ્વાદમાં ચેન્જ માટે તમે ઘી અને જીરાનો વઘાર પણ કરી શકો છો.

Moong dal water

આ પણ વાંચોઃ Snehlata pandey: ચંકી પાંડેના પરિવારના આ ખાસ વ્યક્તિનું થયું નિધન, અનન્યા થઇ ભાવુક