Side Effects of Onion

Side Effects of Onion: શું તમે વધુ માત્રામાં કાચી ડુંગળી ખાઓ છો? તો થઇ જાવ સાવધાન

Side Effects of Onion: ડુંગળીમાં ફાયબરની માત્રા પણ વધારે હોય છે, જેને કેટલાક લોકો સારી રીતે પચાવી શક્તા નથી તેવામાં એસિડિટીની તકલીફ પણ થતી હોય છે

હેલ્થ ડેસ્ક, 07 સપ્ટેમ્બરઃ Side Effects of Onion: ઘણા લોકોને જમતી વખતે કાચી ડુંગળી ખાવાની આદત હોય છે. માનવામાં આવે છે કે કાચી ડુંગળી ઉનાળામાં ખાવાથી લૂ લાગતી નથી. જેમ કાચી ડુંગળી ખાવાના ફાયદા છે, તેમ નુકશાન પણ છે. તો આવો જાણીએ કે જરૂર કરતા વધારે ડુંગળી ખાવાથી કયા પ્રકારની તકલીફો પડી શકે છે.

  • ડુંગળીમાં ગ્લૂકોઝ અને ફ્રૂક્ટોઝ વધારે માત્રામાં હોય છે. આ સિવાય ડુંગળીમાં ફાયબરની માત્રા પણ વધારે હોય છે. જેને કેટલાક લોકો સારી રીતે પચાવી નથી શક્તા. તેવામાં એસિડિટીની તકલીફ પણ થતી હોય છે.
  • બ્લડ સુગરના દર્દીઓ માટે કાચી ડુંગળી ખાવી ફાયદાકારક નથી. આપને ખબર હશે કે ડાયબિટિસના દર્દીઓને કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલા ધ્યાન રાખવુ પડતું હોય છે. તેવામાં કાચી ડુંગળી ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. નહિંતર તકલીફ વધી શકે છે.

આ પણ વાંચોઃ Bharat Jodo Yatra: રાહુલ ગાંધી દેશના દક્ષિણી છેડા પર આવેલા કન્યાકુમારીથી 150 દિવસનું નવું મિશન ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી- વાંચો વિગત

  • જો આપ વધુ માત્રામાં કાચી ડુંગળી ખાઓ છો તો આપ સાવધાન થઈ જજો. કારણ કે તેનાથી આપની તકલીફો વધી શકે છે. તેનાથી છાતીમાં બળતરા થઈ શકે છે. એટલે કે કાચી ડુંગળી ખાવાથી બચો.
  • કાચી ડુંગળી વધારે ખાવાથી મોઢામાં વાસ પણ મારતી હોય છે. તેવામાં એટલુ ધ્યાન રાખવુ જોઈએ કે વધારે ડુંગળી ના ખાઓ.

આ પણ વાંચોઃ Diwali will be celebrated in Delhi without fireworks: દિલ્હી સરકારે ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફોડવા પરનો પ્રતિબંધ લંબાવ્યો

Gujarati banner 01