Crackers patakha diwali

Diwali will be celebrated in Delhi without fireworks: દિલ્હી સરકારે ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફોડવા પરનો પ્રતિબંધ લંબાવ્યો

Diwali will be celebrated in Delhi without fireworks: દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ટ્વીટ કરીને આ જાણકારી આપી કે, આ વખતે ઓનલાઈન વેચાણ અને ડિલીવરી પર પણ રોક લગાવી દીધી

નવી દિલ્હી, 07 સપ્ટેમ્બરઃ Diwali will be celebrated in Delhi without fireworks: દિલ્હી સરકારે ગયા વર્ષના નિર્દેશ મુજબ ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફોડવા પરનો પ્રતિબંધ લંબાવી દીધો છે.દિલ્હી સરકારે ફટાકડાના વેચાણ અને ઉપયોગ પરના પ્રતિબંધને 23 જાન્યુઆરી 2023 સુધી વધારી દીધો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે એ પણ કહ્યું કે, આ વખતે ઓનલાઈન વેચાણ અને ડિલીવરી પર પણ રોક લગાવી દીધી છે. 

આ પણ વાંચોઃ Alia-Ranbir stopped entering the Mahakal temple: બજરંગ દળના કાર્યકરોએ રણબીર-આલિયાને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા, જય શ્રી રામના નારા લગાવ્યા

દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે ફટાકડા પરના પ્રતિબંધને લઈને કહ્યું કે, પ્રદૂષણના જોખમના કારણે પ્રતિબંધને ચાલું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ નિર્ણયને લોકોની જિદંગી બચાવવાનો પ્રયત્ન ગણાવ્યો છે. ગોપાલ રાયે કહ્યું કે, આ નિર્ણને સખ્તીથી લાગુ કરવામાં આવશે અને તેના માટે દિલ્હી પોલીસનો સહયોગ લેવામાં આવશે. આ વખતે ઓફલાઈનની સાથે ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

ગોપાલ રાયે ટ્વીટ કર્યું કે, દિલ્હીમાં લોકોને પ્રદૂષણના જોખમથી બચાવવા માટે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ બધા પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે જેથી લોકોની જિદંગી બચાવી શકાય. આ વખતે દિલ્હીમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ/ડિલીવરી પર પણ પ્રતિબંધ રહેશે. 

આ પણ વાંચોઃ AAP gujarat declares third list of candidates: વિધાનસભા ચૂંટણી પહેલા આપ એક્ટિવ, ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર કર્યુ

Gujarati banner 01