Pm shree school yojana

Pm shree school yojana: દેશભરમાં 14500 સ્કૂલોને અપગ્રેડ કરવાના નિર્ણયને કેબિનેટની મંજૂરી- વાંચો વિગત

Pm shree school yojana: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આગામી 90 દિવસમાં પીએમ ગતિ શક્તિ યોજના પર અમલ કરવામાં આવશે

નવી દિલ્હી, 07 સપ્ટેમ્બરઃPm shree school yojana: નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર તેની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ દેશભરની 14,500 સ્કૂલોના વિકાસ અને કાયાકલ્પ કરવામાં આવશે. સાથે કેટલીક નવી સ્કૂલ બનાવવામાં આવશે. કેબિનેટની બેઠકમાં દેશભરમાં 14500 સ્કૂલોને અપગ્રેડ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. આ સ્કૂલોને પીએમ-શ્રી સ્કૂલ યોજના હેઠળ અપગ્રેડ કરવામાં આવશે. આ સ્કૂલોમાં કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોને પણ સામેલ કરવામાં આવશે.

આ ઉપરાંત કેબિનેટે રેલવેની જમીનને લોન્ગ ટર્મ માટે લીઝ પર ઉઠાવવાનો પણ નિર્ણય કર્યો છે. પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્ક હેઠળ આ જમીનોનો ઉપયોગ કરવામાં આવશે. આ જમીનો પર આગામી 5 વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ વિકસિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આગામી 90 દિવસમાં પીએમ ગતિ શક્તિ યોજના પર અમલ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Side Effects of Onion: શું તમે વધુ માત્રામાં કાચી ડુંગળી ખાઓ છો? તો થઇ જાવ સાવધાન

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે 27360 કરોડના ખર્ચથી 2022થી 2027 સુધી 14500 સ્કૂલોની ગુણવત્તાને વધારવામાં આવશે. આ હેઠળ દરેક બ્લોકમાં બે સ્કૂલોની ગુણવત્તા વધારવામાં આવશે. સ્કૂલોની પસંદગી રાજ્ય સરકારો સાથે વાતચીત બાદ કરવામાં આવશે. સ્કૂલની ગુણવત્તાને જોઈને કોઈપણ સ્કૂલની પસંદગી થશે. આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય છે કે સ્કૂલોમાં ગુણાત્મક વૃદ્ધિ થાય.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  (National Education Policy) એ હાલના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રમાં ફેરફાર કર્યો છે. વિશ્વાસ છે કે પીએમ-શ્રી યોજનાથી લાખો વિદ્યાર્થીઓને લાભ મળશે અને અભ્યાસના ક્ષેત્રમાં ખુબ મદદ મળશે.

આ પણ વાંચોઃ Bharat Jodo Yatra: રાહુલ ગાંધી દેશના દક્ષિણી છેડા પર આવેલા કન્યાકુમારીથી 150 દિવસનું નવું મિશન ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી- વાંચો વિગત

Gujarati banner 01