Vegetables

Summer Health tips: ગરમીના પ્રકોપથી રાહત આપશે આ ફળ અને શાકભાજી, આવી રીતે કરો સેવન…

Summer Health tips: ડુંગળી શરીરને ડિહાઈડ્રેશનથી તો બચાવે છે પણ સાથે જ ઉનાળામાં થતા ઈન્ફેક્શનથી પણ બચાવે છે

હેલ્થ ડેસ્ક, 25 એપ્રિલઃ Summer Health tips: ભારતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આ સિઝનમાં પરસેવો થતાં જ શરીરમાં નબળાઈ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, થાક ઝડપથી લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે પરસેવાની સાથે શરીરમાંથી સોડિયમ અને ક્ષાર પણ નીકળી જાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે અને ઓક્સિજનનું સ્તર ઘટવા લાગે છે.

જેથી તમારે આવી સ્થિતિનો સામનો ન કરવો પડે, અહીં તમને કેટલાક ખાસ ફળો અને શાકભાજી વિશે જણાવવામાં આવી રહ્યું છે, જેને દરરોજ જ્યૂસ કે સલાડના રૂપમાં ખાવાથી ડિહાઈડ્રેશન દૂર રહેશે અને એનર્જી લેવલ હાઈ રહેશે. આવો જાણીએ તેના વિશે…

શક્કર ટેટી

દરરોજ શક્કર ટેટી ખાઓ અથવા તેનો રસ બનાવીને તમારા પરિવાર સાથે પીવો. જો બાળકો અને વૃદ્ધોને તરબૂચ ખાવામાં કોઈ તકલીફ હોય તો તેનો રસ તૈયાર કરીને તેમને પીવડાવો. કારણ કે તે પોષણની સાથે શરીરને ઠંડક આપે છે.

તરબૂચ

તમે દરરોજ તરબૂચનો રસ પીવો અથવા તરબૂચ ખાઓ. પરંતુ આ બંનેમાં સંચળનો અવશ્ય ઉપયોગ કરો. તેનાથી તરબૂચ સરળતાથી પચી જાય છે. પરંતુ તરબૂચનું સેવન અવશ્ય કરો કે તેનો જ્યુસ જરૂર પીવો, સાથે માત્રાને પણ ધ્યાનમાં રાખો.

કાકડી

તેને હંમેશા સલાડના રૂપમાં ખાવું જોઈએ. જો કે, રાજસ્થાનના કેટલાક ભાગોમાં કાકડીનું શાક પણ ખાવામાં આવે છે. પરંતુ જો તમે તેને સંચળ સાથે સલાડના રૂપમાં ખાશો તો ડિહાઇડ્રેશનથી બચાવ થશે.

ડુંગળી

ડુંગળી શરીરને ડિહાઈડ્રેશનથી તો બચાવે છે પણ સાથે જ ઉનાળામાં થતા ઈન્ફેક્શનથી પણ બચાવે છે. ઉદાહરણ તરીકે, ત્વચા સંબંધિત સમસ્યાઓ. ડુંગળીને દાળ અને શાકભાજીમાં પણ નાખીને ખાઓ અને સલાડના રૂપમાં પણ ડુંગળીને ખાઓ.

લીંબુ

કચુંબર અથવા લીંબુ પાણીના સ્વરૂપમાં તેનું સેવન કરો. તમે દરરોજ લીંબુના રસનું સેવન કરી શકો છો. તે વિટામિન-સી આપીને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને ડિહાઈડ્રેશનની સમસ્યાને પણ દૂર રાખે છે.

આ પણ વાંચો…. Baby tumor surgery in ahmedabad civil: જીંદગીને Welcome કહીં પાછો ફર્યો પાંચ મહિનાનો બાળક, જાણો શું થયું હતું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો