LIC

Good news for policy holders of LIC: LICની પોલિસી ધરાવતા લોકો માટે સારા સમાચાર, વાંચો વિગતે…

Good news for policy holders of LIC: હવે દર મહિને મળશે 11 હજાર રૂપિયાની પેન્શન

કામની ખબર, 24 એપ્રિલઃ Good news for policy holders of LIC: શું તમે પણ દર મહિને 11,000 રૂપિયા પેન્શન ઈચ્છો છો…? જો હા, તો એલઆઈસી (LIC) તમારા માટે એક એવી પોલિસી લાવ્યું છે, જેમાં તમને મહેનત કર્યા વિના દર મહિને રૂપિયા મળશે. LIC બાળકોથી લઈને વૃદ્ધો માટે સારા રિટર્નની પોલિસી લઈને આવે છે.

આજે અમે તમને એલઆઈલીની એક એવી પોલિસી વિશે જણાવીશું, જેમાં તમને દર મહિને તગડા પેન્શનનો લાભ મળશે. આ પોલિસીનું નામ છે ન્યૂ જીવન શાંતિ પોલિસી (New Jeevan Shanti Policy). LICની આ સ્કીમમાં તમે મર્યાદિત રોકાણ કરીને વધુ નફો મેળવી શકો છો.

એલઆઈસી એન્યુટી પ્લાન

આપને જણાવી દઈએ કે, LIC સ્કીમ એક એન્યુઇટી પ્લાન છે, જેને ખરીદ્યા પછી તમારી પેન્શનની રકમ ફિક્સ થઈ જાય છે. તમને દર મહિને LIC તરફથી રૂપિયા મળે છે. આ પોલિસીમાં તમને 2 પ્રકારના વિકલ્પો મળે છે. તેમાં, પ્રથમ ડિફર્ડ એન્યુટી ફોર સિંગલ લાઈફ અને બીજી ડિફર્ડ એન્યુટી ફોર જોઈન્ટ લાઈફ છે. 

મળશે લોનની સુવિધા

આપને જણાવી દઈએ કે, ડિફર્ડ એન્યુટી હેઠળ તમે એક વ્યક્તિ માટે પેન્શન સ્કીમ લઈ શકો છો. 30 વર્ષથી 79 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ તેમાં ભાગ લઈ શકે છે. આ સ્કીમ ખરીદવા માટે તમારે ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. બીજી તરફ, જો તમને પોલિસી પસંદ નથી આવતી, તો તમે તેને ગમે ત્યારે સરન્ડર કરી શકો છો. તેની સાથે LIC તરફથી લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

કેવી રીતે મળશે 11,000 રૂપિયા દર મહિને પેન્શન

જો તમે આ પોલિસી લો છો, તો તમને સિંગલ લાઈફ માટે ડિફર્ડ એન્યુટીમાં 10 લાખ રૂપિયાની પોલિસી ખરીદીને દર મહિને પેન્શન તરીકે 11,192 રૂપિયા મળશે. જ્યારે, જો તમે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને દર મહિને પેન્શન તરીકે 1000 રૂપિયા મળશે. આ સિવાય તમે વાર્ષિક, અર્ધવાર્ષિક અને ત્રિમાસિક ધોરણે પેન્શનનો લાભ પણ લઈ શકો છો.

નોમિનીને ક્યારે મળશે રૂપિયા?

આપને જણાવી દઈએ કે, જો કોઈ વ્યક્તિએ ડિફર્ડ એન્યુટી સિંગલ લાઈફ માટે લીધી હોય અને તે મૃત્યુ પામે છે, તો નોમિનીને સંપૂર્ણ જમા રકમ મળે છે. તેની સાથે, જો પોલિસી ધારક બચી જાય છે, તો તેને એક સમય પછી પેન્શન મળવાનું શરૂ થાય છે. બીજી તરફ જો જોઈન્ટ લાઈફની વાત કરીએ તો આ સ્થિતિમાં જો કોઈ એક વ્યક્તિની મૃત્યુ થઈ જાય છે તો બીજાને પેન્શનની સુવિધા મળવા લાગે છે. જ્યારે જો બંને જ મૃત્યુ પામે છે તો સમગ્ર રકમ નોમિને મળી જાય છે. 

આ પણ વાંચો…. Baby tumor surgery in ahmedabad civil: જીંદગીને Welcome કહીં પાછો ફર્યો પાંચ મહિનાનો બાળક, જાણો શું થયું હતું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો