About cervical cancer

About Cervical Cancer: શું છે સાયલન્ટ કિલર કહેવાતુ સર્વાઇકલ કેન્સર ? વાંચો આ બીમારીના લક્ષણો અને બચવાના ઉપાય

About Cervical Cancer: ભારત સરકારના વચગાળાના બજેટ 2024માં 9 થી 14 વર્ષની છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સર માટે મફત રસીકરણની જાહેરાત કરવામાં આવી

હેલ્થ ડેસ્ક, 02 ફેબ્રુઆરીઃ About Cervical Cancer: બોલિવૂડ એક્ટ્રેસ પ્રખ્યાત મોડલ અને સોશિયલ મીડિયા સ્ટાર પુનમ પાંડેનું સર્વિકલ કેન્સરેના કારણે અવસાન થયું છે. તે લાંબા સમયથી આ બીમારીથી પીડિત હતી અને આજે તેનું આ બીમારીના કારણે અવસાન થયુ છે. આવો જાણીએ શું છે આ બીમારીના લક્ષણો શું છે અને કેવી રીતે તેનાથી બચી શકાય ચાલો અહીં સમજીએ

સર્વાઈલ કેન્સર શું છે?

આ દુઃખદ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે એક દિવસ પહેલા ભારત સરકારના વચગાળાના બજેટ 2024માં 9 થી 14 વર્ષની છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સર માટે મફત રસીકરણની જાહેરાત કરવામાં આવી હતી. આ રોગને ‘સાયલન્ટ કિલર’ કહેવામાં આવે છે, તે શરૂઆતમાં કોઈ મોટા લક્ષણો દેખાતું નથી.

સર્વાઇકલ કેન્સર એ એક પ્રકારનું કેન્સર છે જે સર્વિક્સ, ગર્ભાશયના નીચેના ભાગમાં શરૂ થાય છે. સર્વાઈકલ કેન્સર મહિલાઓના આ ભાગની કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. જો કે, ઘણા અહેવાલોમાં, એવું માનવામાં આવે છે કે આ કેન્સરનું સ્વરૂપ હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) ના વિવિધ પ્રકારના એચપીવી સ્ટ્રેનને કારણે થવાની સંભાવના વધારે છે.

હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) ના ઉચ્ચ-જોખમ પ્રકારના લાંબા ગાળાના (સતત) ચેપ લગભગ તમામ સર્વાઇકલ કેન્સરનું કારણ બને છે. બે ઉચ્ચ-જોખમ પ્રકારો, HPV 16 અને HPV 18, વિશ્વભરમાં સર્વાઇકલ કેન્સરના 70% કારણ છે. લગભગ તમામ લૈંગિક રીતે સક્રિય લોકો તેમના જીવનના અમુક તબક્કે HPV થી ચેપ લાગવાનું જોખમ ધરાવે છે. સામાન્ય રીતે, આનું કારણ નાની ઉંમરે અન્ય ઘણા લોકો સાથે જાતીય સંબંધો અથવા સેક્સ્યુઅલી એક્ટિવ હોવાને કારણે ગર્ભાશયમાં કેન્સરની વૃદ્ધિ થવાની સંભાવના છે.

સર્વાઇકલ કેન્સરના લક્ષણો શું હોય છે ?

  • પીરિયડ્સ વચ્ચે અસામાન્ય રક્તસ્રાવ
  • સંભોગ પછી રક્તસ્ત્રાવ
  • માસિક રક્તસ્રાવ જે લાંબા સમય સુધી ચાલે છે અથવા સામાન્ય કરતાં ભારે હોય છે
  • મેનોપોઝ પછી રક્તસ્ત્રાવ
  • પેલ્વિસ અથવા પીઠના નીચેના ભાગમાં સતત દુખાવો
  • પેશાબ કરતી વખતે દુખાવો અથવા અસ્વસ્થતા
  • નોંધપાત્ર અને ન સમજાય તેવા વજનમાં ઘટાડો
  • સતત થાક અને ઉર્જાનો અભાવ
  • કબજિયાત અથવા ઝાડા જેવી પેટની સમસ્યાઓ
  • સતત થાક અને ઉર્જાનો અભાવ

સર્વાઈકલ કેન્સરથી કેવી રીતે બચી શકાય?

એચપીવી સામે રસીકરણ અને નિયમિત પરીક્ષણ આ રોગને અટકાવી શકે છે. આ સિવાય સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડવા માટે રસીકરણ જરૂરી છે. પ્રારંભિક તબક્કામાં આ બ્લોકેજને પકડીને, દર્દીનો જીવ બચાવી શકાય છે. જોખમી પરિબળો અને લક્ષણોને સમજવું તેમજ આ નિવારક પગલાં વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ 4 Indian students dead in America : અમેરિકામાં એક પછી એક 4 ભારતીય વિદ્યાર્થીઓનું મોત થયુ, ભણવા ગયેલા લોકોમાં ભય ફેલાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો