4 Indian students dead in America

4 Indian students dead in America : અમેરિકામાં એક પછી એક 4 ભારતીય વિદ્યાર્થીઓનું મોત થયુ, ભણવા ગયેલા લોકોમાં ભય ફેલાયો

4 Indian students dead in America : વિદેશમાં ભણતાં વિદ્યાર્થિઓમાં ભય ફેલાયો છે અને લોકોમાં રોષ એટલી હદે ભડક્યો છે કે લોકો હવે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવાની માગ કરી રહ્યા છે.

નવી દિલ્હી, 02 ફેબ્રુઆરીઃ 4 Indian students dead in America : અમેરિકામાં એક પછી એક ચાર ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. જેનાથી વિદેશમાં ભણતાં વિદ્યાર્થિઓમાં ભય ફેલાયો છે અને લોકોમાં રોષ એટલી હદે ભડક્યો છે કે લોકો હવે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવાની માગ કરી રહ્યા છે. 

તાજેતરનો મામલો સિનસિનાટીમાં આવેલી લિન્ડનર સ્કૂલ ઓફ બિઝનેસમાં સામે આવ્યો છે. અહીં મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઓળખ શ્રેયસ રેડ્ડી બેનિગેરી તરીકે થઇ હતી. આ પહેલાં 1 ફેબ્રુઆરીના રોજ પર્ડયુ યુનિવર્સિટીમાં નીલ આચાર્ય અને જ્યોર્જિયામાં એમબીએ ભણી રહેલાં વિવેક સૈની અને ઈલિનોઈસ યુનિવર્સિટીમાં ભણતાં અકુલ બી.ધવન નામના વિદ્યાર્થી મૃત્યુ પામી ચૂક્યા છે. તેમના મૃત્યુને લઈને અનેક સવાલો ઊઠવા લાગ્યા છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેબાશીષ સરકારે વાણિજ્ય દૂતાવાસની પોસ્ટના જવાબમાં લખ્યું કે વિદેશ મંત્રાલયે ભારતીય વિદ્યાર્થિઓ માટે અમેરિકામાં સુરક્ષિત રહેવા માટે એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવાની જરૂર છે. તેમનું ફક્ત તેમના મૃતદેહોને ભારત મોકલી દેવાનું જ એકમાત્ર કામ નથી.

આ પણ વાંચોઃ Gujarat Bhavan: અયોધ્યામાં રામ મંદિર પાસે ગુજરાત સરકારે ખરીદી જમીન, ગુજરાતીઓને જેનાથી મળશે આ વિશેષ સુવિધા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો