icelandic salt

Expensive Salt: દુનિયાનું સૌથી મોંઘું મીઠું, એક પેકેટની કિંમત છે લાખોમાં- જાણો શું છે ખાસ

જાણવા જેવુ, 28 મેઃExpensive Salt: મીઠાને સૌથી સસ્તી વસ્તુ માનવામાં આવે છે. મીઠા પરનો ટેક્સ દૂર કરવા માટે તો મહાત્મા ગાંધીએ દાંડી કૂચ કરી હતી. મીઠું એ દરેકની જરુરિયાત છે. મીઠા વિના કોઇ પણ વાનગી સ્વાદ વિનાની લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દુનિયામાં મીઠાનો એક પ્રકાર એવો પણ છે કે જેને ખરીદવા માટે તમારે લોન પણ લેવી પડી શકે છે. તે દુનિયાનું સૌથી મોંઘું મીઠું(Expensive Salt) છે.

Whatsapp Join Banner Guj

વિશ્વનું સૌથી મોંઘું મીઠું(Expensive Salt) આઈસલેન્ડિક સોલ્ટ છે. તે ઘણું મોંઘું હોય છે તેમ છતાં દરેક શેફની પહેલી પસંદ આ મીઠું છે. આ મીઠાના 90 ગ્રામ માટે તમારે લગભગ 11 ડોલર (803 રૂપિયા) ચૂકવવા પડશે. જો તમારે એક કિલો આઈસલેન્ડિક સોલ્ટ ખરીદવું હોય તો લગભગ 8 લાખ 30 હજાર ચૂકવવા પડશે. આ મીઠું કોઈપણ લક્ઝરી કરતાં ઓછું નથી અને તેની શોધ થોડા વર્ષો પહેલા જ થઈ છે. આઈસલેન્ડિક સોલ્ટને આઈસલેન્ડના ઉત્તર પશ્ચિમ ભાગમાં હાથેથી તૈયાર કરવામાં આવે છે. આ મીઠું(Expensive Salt) આઈસલેન્ડના વેસ્ટફયોર્ડ્સ સ્થિત સોલ્ટવર્કની ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે. આ વિસ્તાર પહાડી છે અને ભારે બરફવર્ષાને કારણે વર્ષના ઘણા દિવસો સુધી તે બંધ રહે છે. એક રોડ ટનલ બન્યા બાદ વર્ષ 1996માં અહીં પરિસ્થિતિ સુધરવાની શરૂઆત થઈ હતી. આ જગ્યા પર દર વર્ષે 10 મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. ઘણા અઠવાડિયાની મહેનત બાદ આ મીઠું તૈયાર થાય છે અને બધા કામ હાથેથી કરવામાં આવે છે.

ADVT Dental Titanium

મીઠાની પ્રોસેસિંગ તેને ખાસ બનાવે છે. આ મીઠાને જિયોથર્મલ એનર્જીમાંથી મળતા પાવરથી તૈયાર કરવામાં આવે છે. જિયોથર્મલ પાવર એટલે ભૂસ્તર ઉર્જા અને તે ગ્રીક મેટલ જિયોથી આવે છે. રેકિન દ્વીપકલ્પ પર હાજર જિયોથર્મલ એનર્જીનો ઉપયોગ કરીને આ મીઠાને તૈયાર કરવામાં આવે છે. વિશ્વનું સૌથી શુદ્ઘ સમુદ્રનું પાણી રેકિન દ્વીપકલ્પ પર અસ્તિત્વ ધરાવે છે. સમુદ્રના પાણીને મીઠું(Expensive Salt) બનાવવાની જગ્યાએ લાવવામાં આવે છે. ત્યારબાદ તેને મોટી બિલ્ડિંગ્સમાં પાઈપ દ્વારા મોકલવામાં આવે છે. જ્યાં ઘણા પૂલ બનેલા હોય છે અને દરેક પૂલમાં રેડિએટર્સ હોય છે. આ રેડિએટર્સની મદદથી પાણી વહે છે અને સી-વોટરને ગરમ કરે છે. જેમ જેમ પાણી વરાળ બનીને ઉડે છે, તેમ તેમ મીઠું ઝડપથી એક જગ્યાએ એકઠું થવા લાગે છે. ટાંકીઓથી લઈને પેન અને ડ્રોઈંગ રૂમ સુધી, બધું ગરમ પાણીથી સજ્જ હોય છે. આઈસલેન્ડિક સોલ્ટ આછા લીલા કલરનું હોય છે.

આ પણ વાંચો…..

કોરોનાને લગતી આ પોસ્ટને લઇને Facebook એ કર્યો મોટો નિર્ણય- વાંચો શું છે મામલો