free train: આ ટ્રેનમાં છેલ્લા 72 વર્ષોથી 25 ગામના લોકો રોજ આ ટ્રેનમાં કરે છે સફર

ટ્રાવેલ ડેસ્કઃ બહુ ઓછા લોકો જાણતા હશે કે, ભાખરા ડેમથી નાંગલ સુધી ચાલનારી આ દુનિયાની પહેલી ટ્રેન(free train) હશે, જેમાં મુસાફરી કરવા માટે મુસાફરે ભાડુ આપવું પડતુ નથી. ભાખરા-નાંગલ ડેમ દેશનું નામ જાણીતું  છે, તેના નિર્માણ સમયે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે બીબીએમબી(ભાખરા વ્યાસ મેનેજમેન્ટ બોર્ડ)એ એક ટ્રેન(free train) શરુ કરી હતી. જે આજે પણ ચાલી રહી છે. છેલ્લા 69 વર્ષથી સતત ચાલતી આ ટ્રેન 25 ગામના લોકોના મુસાફરીનું સાધન બની છે. ડેમના નિર્માણ અંગેની જાણકારી ભવિષ્યની પેઢીને મળશે

  • 1949માં શરુ થયેલી આ ટ્રેન નાંગલથી ડેમ સુધી સફર રોજ કરે છે. બીબીએમબીના અહેવાલ મુજબ, વર્ષો પહેલા ડેમના નિર્માણ સમયે કેવી સમસ્યાઓ ઉદ્દભવી હતી, તેની જાણ ભવિષ્યની પેઢીને થાય તે માટે આ ટ્રેન(free train) ચાલુ રાખવામાં આવી છે. 
  • હંડોલા, અલીંડા અને સ્વામીપુરના વિદ્યાર્થી આ ટ્રેનમાં સફર કરે છે. આ ઉપરાંતમાં ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓનું કહેવું છે કે સૌથી નજીકનું શહેર નાંગલ છે, તેથી તેઓ આ ટ્રેન દ્વારા સરળતાથી રોજ નાંગલ પહોંચે છે. 
  • અહીંના લોકો માટે ગામથી આવવા જવાનું કોઇ અન્ય સાધન નથી તેથી આ ટ્રેન દ્વારા મુસાફરી તેઓ કરે છે. આ ટ્રેનમાં કોઇ હોકર કે ટીટી નથી. 
Whatsapp Join Banner Guj

ડેમ બનાવતી વખતે જ કર્યો હતો, ટ્રેન ચાલુ રાખવાનો નિર્ણય

  • ભાખરા ડેમના નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આ ટ્રેને આપ્યું હતું. આ ટ્રેન(free train) દ્વારા નાંગલથી સિમેન્ટ,ઓજારોની સાથે કારીગરો ડેમ સાઇટ જતા હતા. ડેમ બનાવતી વખતે ટ્રેનની સુવિધાથી સરળ રીતે કામ થતાં હતાં, ત્યાર બાદ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ ટ્રેન હંમેશા ચાલુ રહેશે. 

ટ્રેન ચલાવવા માટે બજેટ 

  • ટ્રેન(free train)માં ટીટી પણ નથી અને મુસાફરો પાસેથી ભાડુ લેવામાં પણ આવતું નથી. તેથી ટ્રેન ચલાવવા માટે બીબએમબી દ્વારા દર વર્ષે એક બજેટ ફાળવવામાં આવે છે. 
  • નોંધનીય છે કે, 2017-18માં 57 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. 
ADVT Dental Titanium

આ પણ વાંચો….

આવો, જાણીએ ગરુડ પુરાણ(garuda purana) અનુસારઃ મૃત્યુના 47 દિવસ સુધી આત્મા સાથે શું થાય છે?