AFP 9BD3G3 1622797959645 1622797980103

અનોખો કિસ્સોઃ પાન્ડા(pandas)ના પ્રેગ્નન્ટ થવાને કારણે સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉછાળો, રોકાણકારો બની ગયા રાતોરાત અમીર- જાણો શું છે કારણ?

જાણવા જેવું, 07 જૂનઃ શું તમે જાણો છે કે સ્ટોક માર્કેટમાં કયા કારણોસર ઉછાળો આવી શકે છે? તો તમે કહેશો કે, કંપનીઓની બેલેન્સ શીટ, સરકારની પોલિસી અથવા માનવ સર્જીત કે કુદરતી આફતની અસર સ્ટોક માર્કેટ પર પડતી હશે. પરંતુ જાપાનમાં એક પ્રેગ્નન્ટ પાન્ડાના કારણે ત્યાંના સ્ટોક માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો છે.જાપાની મીડિયાના રિપોર્ટ અનુસાર, 15 વર્ષની પાન્ડા(pandas) પ્રેગ્નન્ટ હોવાના સમાચાર મળ્યા છે. આ પાન્ડાનું નામ શિન શિન ઝો છે, જે જાપાનના યુએનો ઝૂમાં રહે છે. રિપોર્ટના અનુસાર, આ પાન્ડમાં ઘણા એવા લક્ષણો જોવા મળ્યા છે, જેનાથી એ ખબર પડી છે કે તે ગર્ભવતી છે. જો કે, પાન્ડા(pandas) ગર્ભવતી છે તે નહીં તેને લઈને હજી ઝૂના પ્રશાસને સ્પષ્ટતા નથી કરી પરંતુ પાન્ડા પ્રેગ્નન્ટ હોવાના સમાચારથી તે વિસ્તારની રેસ્ટોરાંના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.

pandas

જાપાનમાં એક પાન્ડા(pandas)ના કારણે લોકોએ સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું છે. આ સાંભળીને થોડું વિચિત્ર લાગશે પરંતુ હકીકત છે. એક પાન્ડા પ્રેગ્નન્ટ હોવાના સમાચાર આવ્યા બાદ શેર માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી અને 30 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો. જાપાનની બે રેસ્ટોરાંના શેરમાં પણ ઘણી તેજી જોવા મળી છે. જાપાનની રાજધાની ટોકયોમાં આવેલા યુએનો નામના ઝૂમાં એક પાન્ડા છે. તેના પ્રેગ્નન્ટ થવાના સમાચાર વાઈરલ થઈ રહ્યા છે. આ ઝૂમાં આવતા લોકો માટે આ માદા પાન્ડા(pandas) આકર્ષણનું કેન્દ્ર બની છે. તેને ધ્યાનમાં રાખીને રોકાણકારોને આશા છે કે ઝૂમાં પર્યટકોની સંખ્યામાં વધારો થશે. આ સમાચારને ધ્યાનમાં રાખતા ઝૂની આસપાસ જેટલી પણ રેસ્ટોરાં છે, ત્યાં સારી એવી તેજી જોવા મળી છે.

ADVT Dental Titanium

જાપાનની શિયોકેન નામની રેસ્ટોરાંના શેરમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમજ ટોટેનકો નામની રેસ્ટોરાંના શેરમાં પણ લગભગ 29 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. બંને રેસ્ટોરાંના શેરમાં તેજીનું કારણ પાન્ડા(pandas)ની પ્રેગનન્સી જ છે. આ ઝૂ કોરોના સંક્રમણના કારણે ગયા વર્ષે ડિસેમ્બર મહિનાથી બંધ હતુ અને 4 જૂનથી જ ખુલ્યું છે.

આ પણ વાંચો…

વડાપ્રધાન મોદીએ સંબોધન(PM Modi address to nation)માં કરી બે મોટી જાહેરાત, વાંચો સંપૂર્ણ વિગત સાથે જુઓ વીડિયો