MuTHU

success story: કુલી તરીકે કામકરતો આ વ્યકિત આજે છે દેશનો જાણીતો બિઝનેસ મેન, વાંચો તેની સફળતાની કહાની

success story

success story: એમ.જી.મુથુનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો, સ્કૂલ જેવુ તે એક સપના બરાબર હતું છંતા આજે તેની ગણતરી એક મોટા બિઝનેસ તરીકે થવા લાગી છે. મુથુના અંગત જીવન પર નજર કરીએ તો તેના પિતા જમીનદારોને ત્યાં મજૂરી કરતા હતા. ઘરનું ગુજરાન ચલાવવું પણ દિવસે દિવસે મુશ્કીલ બનતુ હતું. જ્યાં બે ટંકના ભોજનની વ્યવસ્થા મુશ્કેલથી થતી હોય ત્યાં સ્કૂલે જવાનું તો કેવી રીતે વિચારી શકાય. પોતાના જીવન વિશે મુથુએ એક મીડિયા સાથેના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

મુથુ કહે છે કે, તેઓ પણ સ્કૂલે તો ગયા પરંતુ ભૂખ્યા પેટે કેવી રીતે ભણી શકાય! અને એટલે જ થોડા જ દિવસોમાં તેમણે સ્કૂલને અલવિદા કહી દીધી. આજે તમને એક એવી વ્યક્તિ વિષે કહી રહ્યાં છીએ જેની સફળતાથી તમે પ્રભાવિત થયા વિના નહીં રહી શકો. ઈમાનદારી, સાદગી અને અથાગ પરિશ્રમના પરિશ્રમના પગલે એમજી મુથુએ આજે લાખો, કરોડોનું સામ્રાજ્ય ઉભું કરી લીધું છે. મુથુનો જન્મ એટલા ગરીબ પરિવારમાં થયો હતો કે સ્કૂલ જવું પણ તેમના માટે એક દૂરના સપના જેવું હતું. પરંતુ તે છતાં પણ આજે તેમની ગણતરી દેશના મોટા ઉદ્યોગપતિઓમાં થાય છે!

Whatsapp Join Banner Guj

મુથુએ એક કુલી તરીકે પોતાની જિંદગીની સફર શરૂ કરી હતી. તેઓ બંદરો પર સામાન ચઢાવવાનું અને ઉતારવાનું કામ કરતા. એમજીએમ ગ્રુપના સંસ્થાપક મુથુનો જન્મ તમિલનાડુના એક એત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. કેટલાંક દિવસો તો એવા પણ વીતતા કે તેમને બે ટંકનું ભોજન પણ નહોતું મળતું. જ્યારે મુથુ 10 વર્ષના હતાં ત્યારે ગામના બાળકોને સ્કૂલે જતાં જોતા. કેટલીયે વાર તો એમને ભૂખ્યા પેટે પણ સૂવું પડતું. મુથુ કહે છે કે તેઓ પણ સ્કૂલે તો ગયા પણ ભૂખ્યા પેટે ભણી નહોતા શકતા. અને એટલે થોડા જ દિવસોમાં તેમણે સ્કૂલને અલવિદા કહી દીધું.  આટલી નાની ઉંમરે તેમણે પોતાના પિતાને મદદ કરવાનું શરૂ કરી દીધું અને તેમની સાથે મજૂરી કરવા લાગ્યા. પણ અહીં તેમને ઘણાં ઓછા પૈસા મળતાં એટલે મુથુએ 1957માં મદ્રાસ પોર્ટ પર કુલી તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. તેમના વાણી-વર્તન ઘણાં સારા હતાં અને એટલે ત્યાંના લોકો સાથે તેમને સારી મિત્રતા બંધાઈ ગઈ. તેમણે તેમના પગારમાંથી થોડાં પૈસા બચાવવાના શરૂ કર્યા. અને બચતમાંથી તેમણે એક બિઝનેસ શરૂ કર્યો.

Whatsapp Join Banner Guj

મુથુ કહે છે,એક કુલી તરીકે કામ કરતી વ્યક્તિ માટે બિઝનેસ શરૂ કરવો ઘણો જોખમી હતો પરંતુ મુથુ તે વખતે પણ ઘણાં હિંમતવાન વ્યક્તિ હતાં. તેઓ ઘણી મહેનત કરતા અને કોઈને ફરિયાદનો મોકો ન આપતા.  સારી સર્વિસ આપવાના કારણે બહુ ઓછા સમયમાં લોજીસ્ટિક્સ જગતમાં તેમનું મોટું નામ થઇ ગયું. આજે એમજીએમ કંપનીની ગણતરી લોજીસ્ટિકના મામલે દેશની સૌથી મોટી કંપનીઓમાં થાય છે. લોજીસ્ટિક બાદ મુથુએ ખાણ-ખનીજમાં ઝંપલાવ્યું. તેમણે ઇન્ટરનેશનલ હોટેલ્સમાં પણ પૈસા રોક્યા. આટલા ઓછા સમયમાં જ તેમણે મોટી સફળતાઓ હાંસલ કરી.

Whatsapp Join Banner Guj

આજે એમજીએમ ગ્રુપે એક વોડકા બ્રાંડ પણ ખરીદી લીધી છે જે તમિલનાડુ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહી છે. મુથુની હાલની કુલ સંપત્તિ હવે 2500 કરોડની થઇ ગઈ છે.

આ પણ વાંચો…

સુરતના ડી.સી.પી.(Surat DCP) સરોજકુમારીને નવી દિલ્હી ખાતે ‘મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો’ એવોર્ડ એનાયત