Rule Change in Feb 2024

2K Note Change Reschedule: 2000 રુપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ લંબાણી, જાણો સંપૂર્ણ વિગતો…

2K Note Change Reschedule: સેન્ટ્રલ બેંકે હવે 2000 રુપિયાની નોટ બદલવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવી

કામની ખબર, 30 સપ્ટેમ્બરઃ 2K Note Change Reschedule: જો તમે અત્યાર સુધી 2000ની નોટ બદલી શક્યા નથી તો રિઝર્વ બેન્કે તમને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બેંકે હવે 2000 રુપિયાની નોટ બદલવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. આ સાથે હવે લોકોને નોટો બદલવા માટે એક સપ્તાહનો વધારાનો સમય મળ્યો છે.

અગાઉ રિઝર્વ બેંકે 2000 રુપિયાની નોટ જમા કરવા અથવા બદલવા માટે 30 સપ્ટેમ્બર એટલે કે આજ સુધીનો સમય આપ્યો હતો. એવી અટકળો હતી કે રિઝર્વ બેન્ક સમયમર્યાદા લંબાવી શકે છે. ખાસ કરીને એનઆરઆઈને 2000 રુપિયાની નોટ બદલવા માટે વધારાનો સમય આપવાની માંગ કરવામાં આવી હતી.

રિઝર્વ બેંકના તાજેતરના પગલાથી એવા લોકો માટે મોટી રાહત થઈ છે જેઓ કોઈ કારણોસર બેંકોમાં 2000 રુપિયાની નોટ જમા કરાવી શકતા ન હતા અને બદલી પણ શકતા ન હતા. સેન્ટ્રલ બેંકે 30 સપ્ટેમ્બરે જારી કરેલી પ્રેસ રિલીઝમાં કહ્યું કે, તેણે સમીક્ષાના આધારે એક સપ્તાહનો વધારાનો સમય આપવાનો નિર્ણય કર્યા છે.

રિઝર્વ બેંકે રિલીઝમાં કહ્યું કે, ઉપાડની પ્રક્રિયાનો નિર્ધારિત સમય સમાપ્ત થવાનો છે. સમીક્ષાના આધારે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 2000 રુપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવાની વર્તમાન સિસ્ટમ 07 ઓક્ટોબર સુધી જાણવી રાખવી જોઈએ.

2000 રુપિયાની માત્ર 10 નોટ બદલી શકો છો…

જોકે હવે રિઝર્વ બેંકે એક ફેરફાર કર્યો છે. અત્યાર સુધી એટલે કે 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ બેંક શાખામાં 2000 રુપિયાની નોટ બદલી શકાતી હતી અને લોકો બેંકની શાખામાં જઈને પોતાના ખાતામાં પૈસા જમા કરાવી શકતા હતા, હવે આ સિસ્ટમ રહેશે નહીં. હવે આરબીઆઈની માત્ર 19 ઈસ્યુ ઓફિસમાં 2000 રુપિયાની નોટ બદલી શકાશે. લોકો રિઝર્વ બેંકની આ 19 ઓફિસોમાં તેમના ખાતામાં 2000 રુપિયાની નોટ પણ જમા કરાવી શકે છે.

આ પણ વાંચો…. Food seized: બે સ્થળો રેડ કરીને રૂ. 4.68 લાખની કિંમતનો 850 કિ.ગ્રા શંકાસ્પદ ખાદ્યપદાર્થનો જથ્થો કરાયો જપ્ત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો