aadhar card

Aadhaar Card Update: મોટી રાહત! હવે આ તારીખ સુધી આધારને ફ્રીમાં અપડેટ કરી શકો છો

Aadhaar Card Update: આધાર કાર્ડ હવે 14 માર્ચ 2024 સુધી ફ્રીમાં અપડેટ કરી શકાશે

કામની ખબર, 13 ડિસેમ્બરઃ Aadhaar Card Update: હાલ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર 2023 પણ ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાની અંતિમ તારીખ છે. આમાં બેંક લોકર કરારથી લઈને અપડેટેડ ITR સબમિટ કરવા સુધીના કાર્યોનો સમાવેશ થાય છે, જે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે.

પરંતુ અમે તમને એક અન્ય મહત્વના કામ વિશે જણાવી રહ્યા છીએ, જેની સમયમર્યાદા આવતીકાલે પૂરી થવાની હતી. હા, મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા ગઈકાલે એટલે કે 14મી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી હતી, પરંતુ UIDAIએ આધાર વપરાશકર્તાઓને રાહત આપતા તેને ત્રણ મહિના માટે લંબાવી દીધી છે.

આધાર કાર્ડ હવે 14 માર્ચ 2024 સુધી ફ્રીમાં અપડેટ કરી શકાશે. મહત્વનું છે કે હાલમાં જ્યારે આઈડી કાર્ડ એટલે કે ઓળખકાર્ડ માંગવામાં આવે છે ત્યારે સૌથી પહેલા આધાર કાર્ડ પૂછવામાં આવે છે. કારણ કે આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, સરનામું, જન્મતારીખ, ફોટોગ્રાફ સહિત તમામ વિગતો હોય છે.

સરકારે સમયમર્યાદા લંબાવી

આ પહેલા કેન્દ્ર સરકારે જૂન સુધી આધાર કાર્ડ અપડેટ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સરકારે UIDAIની વેબસાઈટ પર જઈને મફતમાં આધાર અપડેટ કરવાનું કહ્યું હતું અને હવે તેણે સમયમર્યાદા વધારી દીધી છે. તેથી તમે UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો અથવા તમે તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ પણ કરી શકો છો.

મફતમાં થશે અપડેટ

આ માટે તમારી પાસેથી શુલ્ક લેવામાં આવશે નહીં. અગાઉ તારીખ 14 ડિસેમ્બર આપવામાં આવી હતી. પરંતુ ત્રણ મહિનાનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે અને છેલ્લા દિવસની રાહ જોવાને બદલે તમારે આજે જ તમારું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ.

આ પણ વાંચો… Akshay Kumar Buys Cricket Team: અક્ષય કુમારની થઈ ક્રિકેટ વર્લ્ડમાં એન્ટ્રી, આ ટીમનો બન્યો માલિક…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો