aadhar card

Aadhar Card Update: ફ્રીમાં આધાર અપડેટ કરાવવાના હવે થોડાં જ દિવસ બાકી, ફટાફટ કરાવી લો નહીંતર…

Aadhar Card Update: મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર

કામની ખબર, 05 ડિસેમ્બરઃ Aadhar Card Update: વર્ષની શરૂઆતથી જ UIDAI નાગરિકોને તેમના આધાર કાર્ડમાં વિગતો નિઃશુલ્ક ઑનલાઇન અપડેટ કરવાની મંજૂરી આપી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો જલ્દીથી તેને પૂર્ણ કરો. કારણ કે મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર છે.

આ પહેલાં સપ્ટેમ્બરમાં આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAIએ મફત ઓનલાઈન વિગતો અપડેટ કરવાની સમયમર્યાદા ત્રણ મહિના લંબાવી હતી. ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડની વિગતો અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ખર્ચ થાય છે. મહેરબાની કરીને નોંધ કરો કે મફત અપડેટ્સ ફક્ત ઑનલાઇન કરવામાં આવેલા ફેરફારો માટે જ ઉપલબ્ધ છે.

આધાર કેન્દ્રો પર મફત આધાર અપડેટ ઉપલબ્ધ નથી. જેમના આધાર 10 વર્ષ પૂરા થયા છે અથવા 10 વર્ષ પહેલા તેને અપડેટ કરી ચૂક્યા છે તેમને UIDAI મફત અપડેટ સુવિધા પૂરી પાડતી હતી. UIDAIએ તેના નિર્દેશોમાં સ્પષ્ટ કર્યું છે કે આધારને ફક્ત તે લોકો માટે અપડેટ કરવું જરૂરી છે જેમના આધારને છેલ્લે 10 વર્ષ પહેલા અપડેટ કરવામાં આવ્યું હતું.

નિઃશુલ્ક ઑનલાઇન આધાર અપડેટની છેલ્લી તારીખ

UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે યૂઝર્સ 14 ડિસેમ્બર, 2023 સુધી તેમની ઓળખ અને એડ્રેસ પ્રૂફ અપલોડ કરીને આધારમાં ફેરફાર કરી શકે છે.

આધારમાં તમારી ઓનલાઈન વિગતો આ રીતે અપડેટ કરો

  • UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/ પર આધાર સેલ્ફ સર્વિસ પોર્ટલની મુલાકાત લો.
  • આધાર નંબર અને કેપ્ચાનો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગ ઇન કરો. પ્રક્રિયાને પ્રમાણિત કરવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
  • દસ્તાવેજ અપડેટ વિભાગ પર જાઓ અને હાલની વિગતોની સમીક્ષા કરો.
  • ડ્રોપ-ડાઉન સૂચિમાંથી યોગ્ય દસ્તાવેજનો પ્રકાર પસંદ કરો અને મૂળ દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરો. એપ્લિકેશનને ટ્રૅક કરવા માટે સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) નોંધો.

આ પણ વાંચો… ADI Ticket Checking Income: ફેસ્ટિવલ સિઝનમાં અમદાવાદ રેલવે મંડળે ચલાવ્યા વિવિધ ટિકટ ચેકિંગ અભિયાન, પ્રાપ્ત કરી રેકોર્ડ આવક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો