Airbag Helmet

Airbags will come in the helmet: હવે હેલ્મેટમાં પણ આવશે એરબેગ્સ! આ કંપનીએ કરી શોધ…

Airbags will come in the helmet: ઇટાલિયન કંપની એરોહે આ નવી સિક્યોરિટી ટેક્નોલોજીની શોધ કરી, બાઇક રાઇડરને એક સ્તર વધુ સલામતી આપશે…

મુંબઈ, 10 ડીસેમ્બર: Airbags will come in the helmet: રસ્તા પર મુસાફરી કરતી વખતે સલામત રહેવા માટે હેલ્મેટનો ઉપયોગ કરવો ફરજિયાત છે. તે મુસાફરી કરતી વખતે ડ્રાઇવરને સલામતી પૂરી પાડે છે અને અકસ્માતના કિસ્સામાં ગંભીર ઇજાઓથી બચાવે છે. આ વચ્ચે હવે હેલ્મેટમાં એરબેગ લગાવવાના સમાચાર સામે આવ્યા છે. જે અત્યાર સુધી માત્ર ફોર વ્હીલર્સમાં જ જોવા મળતા  હતા. ઇટાલિયન કંપની એરોહે આ નવી સિક્યોરિટી ટેક્નોલોજીની શોધ કરી છે. આ બાઈક રાઈડિંગ સેફ્ટીને એકદમ નવા લેવલ પર લઈ જઈ શકે છે.

એરબેગ હેલ્મેટ શા માટે ખાસ છે?

ઇટાલિયન કંપની એરોહે એરબેગ સાથેના હેલ્મેટને એરહેડ નામ આપ્યું છે. આ હેલ્મેટની ખાસિયત એ છે કે અકસ્માતની સ્થિતિમાં આ એરબેગ બાઇકચાલકને માથાની ગંભીર ઇજાથી બચાવે છે. આ હેલ્મેટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જ્યારે એરબેગ ખોલવામાં આવે ત્યારે પણ બાઇક ચાલકને માથું ફેરવવા માટે પૂરતી જગ્યા મળે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, વર્ષ 2021માં 1,55,622 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ મૃત્યુના આંકડાઓને ઘટાડવા માટે, આ હેલ્મેટનો ઉપયોગ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ કારણે સવારના માથામાં ફ્રેક્ચર થવાની શક્યતાઓ ઘણી ઘટી જાય છે. આ હેલ્મેટ હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે આવતા વર્ષ સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે.

હેલ્મેટમાં પણ આ વસ્તુઓ હોવી જરૂરી છે

કોઈપણ બાઇક હેલ્મેટ માટે સેફ્ટી રેટિંગ હોવું ખૂબ જ જરૂરી છે. હાલમાં, દેશમાં ઈકોનોમિક કમિશન ઓફ યુરોપ (ECE), સેફટી હેલ્મેટ એસેસમેન્ટ એન્ડ રેટિંગ પ્રોગ્રામ (SHARP), ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ (DOT), ISI સ્ટાન્ડર્ડ અને સ્નેલ મેમોરિયલ ફાઉન્ડેશન (SNELL) જેવા ધોરણો સાથે હેલ્મેટ વેચાય છે. આ પૈકી, સૌથી સુરક્ષિત મોડલને DOT માર્ક સાથે ગણવામાં આવે છે. આ મોટે ભાગે 650cc કે તેથી વધુની ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ માટે વપરાય છે.

રસ્તા પર મુસાફરી કરતી વખતે સલામત રહેવા માટે હેલ્મેટનો ઉપયોગ કરવો ફરજિયાત છે. તે મુસાફરી કરતી વખતે ડ્રાઇવરને સલામતી પૂરી પાડે છે અને અકસ્માતના કિસ્સામાં ગંભીર ઇજાઓ ટાળે છે. હવે તેની સુરક્ષામાં એક નવી વાત ઉમેરવામાં આવી રહી છે. હવે તેમાં એરબેગ્સ પણ ઉપલબ્ધ થવા જઈ રહી છે. જે અત્યાર સુધી માત્ર વ્હીલર્સમાં જ જોવા મળતી હતી. ઇટાલિયન કંપની એરોહે આ નવી સિક્યોરિટી ટેક્નોલોજીની શોધ કરી છે. આ બાઇક રાઇડરને એક સ્તર વધુ સલામતી આપશે.

આ પણ વાંચો: Ambaji team bhudev fighters won the cricket tournament: ક્રિકેટ ટુર્નામેન્ટમાં જીતી અંબાજી ની ટીમ ભૂદેવ ફાઈટર્સ, વાંચો…

Gujarati banner 01