Ambaji ropway gate

Ambaji ropeway service closed from today: અંબાજીના ગબ્બર રોપવે સેવા આજથી બંધ; જાણો કેટલા દિવસ રહેશે બંધ

Ambaji ropeway service closed from today: અંબાજીના ગબ્બર ઉડનખટોલાની રોપવે સેવા આજથી 28 જુલાઈ સુધી 4 દિવસ રોપવે સેવા બંધ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 25 જુલાઈ:
Ambaji ropeway service closed from today: શક્તિપીઠ અંબાજીના ગબ્બર ઉડનખટોલાની રોપવે સેવા આજથી 28 જુલાઈ સુધી 4 દિવસ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અંબાજીના ગબ્બર ગોખ ના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ રોપવે દ્વારા માતાજી ની અખંડ જ્યોત ના દર્શન કરવા રોપ વે દ્વારા જતા હોય છે ત્યારે યાત્રિકો ની સલામતી અને સુરક્ષા માટે રોપવે ની સાર સંભાળ (મેન્ટેનેન્સ) કરવાનું થતું હોઈ મેન્ટેનેન્સ રોપ વે સેવા આજ થી બંધ કરવામાં આવી છે

Ambaji ropeway service closed from today

એટલુંજ નહીં આગામી ટૂંક સમય માં અંબાજી માં ભાદરવી પુનમ નો મહામેળો પણ યોજાનાર છે ત્યારે સંપૂર્ણ સુરક્ષા અને સલામતી યાત્રિકો ને મળી રહે તે માટે આ મેન્ટેનેન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે આમ આજે 25 જુલાઈ થી 28 જુલાઈ સુધી આ રોપવે સેવા 4 દિવસ બંધ રહેશે ને 29 જુલાઈ થી સંપૂર્ણ સલામતી સાથે રોપવે સેવા પુનઃ શરૂ કરવામાં આવશે

જોકે આજથી રોપવે સેવા બંધ કરાતા મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ પગપાળા પગથિયાં દ્વારા ગબ્બરગઢ ઉપર અખંડ જ્યોત ના દર્શાનર્થે જતા જોવા મળ્યા હતા ,પગપાળા દર્શને ગબ્બર ઉપર જવાનો માર્ગ ચાલુ છે.

આ પણ વાંચો..Ambaji Rotary Club swearing in ceremony: અંબાજી રોટરી ક્લબ નો શપથવિધિ સમારોહ યોજાયો, નવા પ્રમુખ તરીકે ઓ.પી શર્મા નિયુક્ત થયા

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *