Flash floods in the desert of iran: ઈરાનના રણમાં અચાનક પૂર આવતા ચારે બાજુ પાણી ભરાતા, 22 લોકોના મોત નીપજ્યા

Flash floods in the desert of iran: એસ્તાબાનના ગવર્નર યુસેફ કેરેગરના હવાલે જણાવ્યું હતું કે, શહેરમાંથી વહેતી રૂદબલ નદીનું જળસ્તર ભારે વરસાદને કારણે નોંધપાત્ર રીતે વધી ગયું છે

નવી દિલ્હી, 25 જુલાઇઃ Flash floods in the desert of iran: જળવાયુ પરિવર્તનની અસર ધીમે-ધીમે વિશ્વભરમાં વ્યાપક રૂપે દેખાઈ રહી છે. ભારત જેવા દેશમાં ચોમાસાના આગમનના એક મહિના બાદ પણ કેટલાક સ્થળો પર દુષ્કાળની સ્થતિ છે તો બીજી તરફ બ્રિટનમાં આ વખતે ગરમીએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ દરમિયાન હવે ઈરાનમાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી રહી છે. ત્યાંનો એક વિસ્તાર છેલ્લા એક દાયકાથી સૂકો હતો અને ત્યાં હવે અચાનક પૂર આવ્યું છે. 

અચાનક આવેલા પૂરના કારણે 22 લોકોના મોત

આ ઘટના ઈરાનના દુષ્કાળથી પ્રભાવિત દક્ષિણી પ્રાંત ફાર્સની છે. અહેવાલ પ્રમાણે અચાનક પૂર આવવાને કારણે લગભગ 22 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહેવાલમાં એસ્તાબાનના ગવર્નર યુસેફ કેરેગરના હવાલે જણાવ્યું હતું કે, શહેરમાંથી વહેતી રૂદબલ નદીનું જળસ્તર ભારે વરસાદને કારણે નોંધપાત્ર રીતે વધી ગયું છે.

આ પણ વાંચોઃ Katrina – Vicky death threats: કેટરિના – વિકી કૌશલને મારી નાખવા આપી ધમકી આપનારાની પોલીસે કરી અટકાયત

ઈરાન દાયકાઓથી જળવાયુ પરિવર્તનનો સામનો કરી રહ્યું છે

22 લોકોના મોત થયા છે જ્યારે રેસ્ક્યુ ટીમે 55 લોકોને બચાવી લીધા છે. હજુ પણ 10થી 20 લોકો લાપતા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઈરાન જળવાયુ પરિવર્તનને કારણે દાયકાઓથી દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. અને આ વિસ્તારમાં તો લાંબા સમયથી દુષ્કાળની સ્થિતિ છે. ત્યારબાદ તાજેતરમાં ખૂબ જ વરસાદ પડ્યો હતો. 

ઈરાનમાં આ વિસ્તારમાં અચાનક પડેલા ખૂબ જ વરસાદથી સ્થાનિક એક્સપર્ટ્સ પણ ચિંતામાં છે. કારણ કે આ વિસ્તારમાં લાંબા સમયથી દુષ્કાળની સ્થિતિ હતી. જો કે, સ્થાનિક હવામાન વિભાગે છેલ્લા દિવસોમાં સંભવિત ભારે મોસમી વરસાદ અંગે ચેતવણી આપી હતી. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે ઈરાનમાં નદી કિનારે મોટા પાયે ઈમારતો અને રોડના નિર્માણ છે તેથી અચાનક આવેલું પૂરનું જોખમ વધી ગયું છે. તેને એક પ્રકારનું ફ્લેશ ફ્લડ માનવામાં આવે છે. 

ફ્લેશ ફ્લડ શું હોય છે

એવા સ્થળો કે જ્યાં દુકાળની સ્થિતિ હોય ત્યાં ઓછા સમયમાં ખૂબ વરસાદ પડવાને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે તેને ફ્લેશ ફ્લડ કહેવામાં આવે છે. ઘણી વખત આ પ્રકારનું પૂર નદી અથવા નાળામાં જળ સ્તરમાં વૃદ્ધિના કારણે આવે છે. જો કે, અન્ય ઘણા પરિબળોને પણ અચાનક પૂરનું કારણ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Shikhar Dhawan talks about the win: કેપ્ટન શિખર ધવને જીતનું અસલી કારણ જણાવ્યુ, 10 રન બનાવનારા ખેલાડીની પણ પ્રશંસા કરી

Gujarati banner 01