Kite flying

Appeal not to fly kites around railway tracks: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા રેલવે ટ્રેકની આસપાસ પતંગ ન ચગાવવાની અપીલ

વડોદરા, ૦૫ જાન્યુઆરીઃ Appeal not to fly kites around railway tracks: ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને અન્ય જ્યાં પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ટ્રેક પર ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલ પતંગો ને દોરાને હટાવવા જેવી ઘટનાઓ થાય છે. કારણ કે , રેલવેના ઓવરહેડ ટ્રેક્શન વાયર 25000 વોલ્ટનો કરંટ વહન કરે છે,જે માનવ જીવનને જોખમમાં મૂકી શકે છે અને ઓવરહેડ વાયર તૂટીને ટ્રેક પર પડી શકે છે.અને રેલ વ્યવહાર પણ ખોરવાઈ શકે છે.

તેથી પતંગ ઉડાવતી વખતે, રેલવે ટ્રેકના વાયરમાંથી પતંગના દોરાને દૂર કરતી વખતે વાંસ અને વાંસ પર અન્ય ધાતુના હૂકનો ઉપયોગ કરશો નહી આનાથી હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક ઝાટકો લાગી શકે છે. એવું પણ જાણવા મળે છે કે કેટલાક પતંગ ઉડાવવાના દોરામાં મેટાલિક પાવડર કોટિંગ પણ હોય છે જે જોખમી પણ હોઈ શકે છે.

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન સામાન્ય જનતાને વિનંતી કરવામાં આવે છે કે, (Appeal not to fly kites around railway tracks) રેલવેના ટ્રેક નજીક પતંગ ઉડાડશો નહીં અને, રેલવેના વાયરમાંથી દોરા અને પતંગ દૂર કરવાનો પ્રયાસ કરશો નહી માનવ જીવન અમૂલ્ય છે.આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવો અને તમારી સામાજિક જવાબદારી નિભાવતી વખતે, અન્ય લોકોને પણ જાગૃત કરો.

આ પણ વાંચો…AMTS-BRTS: અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMCએ AMTS-BRTSને લઇ લીધો મહત્વપૂર્ણ નિર્ણય- વાંચો વિગત

Whatsapp Join Banner Guj