Bank

Bank strike 2023: ફટાફટ નિપટાવી લો જરૂરી કામ, દેશભરમાં આ 2 દિવસ રહેશે બેંક હડતાળ

Bank strike 2023: ATM સહિત તમામ સેવાઓને થશે અસર: કરોડો ગ્રાહકો થઈ શકે છે પરેશાન

કામની ખબર, 13 જાન્યુઆરી: Bank strike 2023: બેંક જતા ગ્રાહકઓ માટે એક મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ આ મહિનાના અંતમાં બેંકને લગતું કોઈ કામ હોય તો તમારે તેને પહેલા જ પતાવી લેવું જોઈએ. 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી તમને બેન્કિંગ કામ પતાવવામાં મુશ્કેલી આવી શકે છે. આપને જણાવી દઈએ કે બેંક યુનિયને 2 દિવસ માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

4 દિવસ કેમ થઈ શકે છે મુશ્કેલી ?

આપને જણાવી દઈએ કે 28 જાન્યુઆરીએ મહિનાનો ચોથો શનિવાર છે, જેના કારણે બેંકો બંધ રહેશે. તેની સાથે 29 જાન્યુઆરીએ રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. આ બધા સિવાય બેંક યુનિયન દ્વારા 30 અને 31 જાન્યુઆરીએ હડતાળની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ગ્રાહકોને 4 દિવસ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

પોતાની માગોને પૂર્ણ કરવા માટે કરશે હડતાળ

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU) ની મુંબઈમાં બેઠક યોજાઈ હતી. જેમાં બેંક યુનિયનોએ બે દિવસ માટે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. બેંક યુનિયનો તેમની માંગણીઓ પૂરી કરવા માટે સરકાર પર દબાણ કરવા માટે હડતાળ પર જઈ રહ્યા છે.

5 દિવસ કરવામાં આવશે બેન્કિંગ કામ

માહિતી આપતાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે જણાવ્યું કે યુનાઈટેડ ફોરમની એક બેઠક યોજાઈ હતી, જેમાં 2 દિવસ માટે હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે બેંક યુનિયનોની માગ છે કે બેન્કિંગનું કામ 5 દિવસ સુધી કરવામાં આવે. તેની સાથે પેન્શન પણ અપડેટ કરવું જોઈએ.

આ માંગણીઓ પણ પૂરી થવી જોઈએ

તેની સાથે કર્મચારીઓની માગ છે કે NPS નાબૂદ કરવામાં આવે અને પગાર વધારા માટે વાતચીત કરવામાં આવે. આ તમામ ઉપરાંત તમામ કેડરોમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માગ કરવામાં આવી છે. આ તમામ માગણીઓને લઈને યુનિયને હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

સતત 4 દિવસ ગ્રાહકોને થઈ શકે છે પરેશાની

આપને જણાવી દઈએ કે શનિવાર અને રવિવારે બેંકમાં રજા છે. તેના પછી, સોમવાર અને મંગળવારે બેંક હડતાલ છે, જેના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ATMમાં રોકડ ખતમ થવાની સમસ્યા સામે આવી શકે છે. તેની સાથે ચેક ક્લિયરન્સને લઈને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: PM Tent city inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા વિલાસ ક્રૂઝને લીલી ઝંડી બતાવી, જાણો ટેન્ટ સિટી વિશે શું કહ્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો