battleground mobile india also banned

Battleground mobile india also banned: PUBG બાદ આ ગેમ પર પણ પ્રતિબંધ? પ્લે સ્ટોરમાંથી ગાયબ- વાંચો વિગત

Battleground mobile india also banned: 2020માં ભારતમાં પબજી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યાર બાદ ગત વર્ષે BGMI ગેમ લોન્ચ કરવામાં આવી હતી

નવી દિલ્હી, 29 જુલાઇઃ Battleground mobile india also banned: મોબાઈલ ગેમ્સના વ્યસનીઓ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ગેમ પબજી (PUBG) પર પ્રતિબંધ લગાવાયાના એક વર્ષ બાદ વધુ એક ગેમ બંધ થઈ ગઈ છે. 

એક સરકારી આદેશ બાદ ગૂગલે ભારતમાં ક્રાફ્ટનની એક લોકપ્રિય ગેમ બેટલ-રોયલ, બેટલ ગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI)ને બ્લોક કરી દીધી છે. જાણવા મળ્યા મુજબ ગુરૂવાર સાંજથી એપલ પર BGMI ઉપલબ્ધ નથી. પબજી પર પ્રતિબંધ લગાવાયા બાદ તેના જેવી જ બીજીએમઆઈ ગેમ લોન્ચ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, ભારતમાં એક વર્ષ પહેલા પબજી ગેમ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે BGMI પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. આઈટી મંત્રાલયે પણ હજુ આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી. 

એન્ડ્રોઈડ યુઝર્સ તથા iOS યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં BGMI ડાઉનલોડ નથી કરી શકતા. 2020માં ભારતમાં પબજી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યાર બાદ ગત વર્ષે BGMI ગેમ લોન્ચ કરવામાં આવી હતી. પબજી બનાવનારી Krafton નામની કંપનીએ જ BGMI ગેમ બનાવી છે. 

આ પણ વાંચોઃ Gujarat liquor case: ગુજરાતમાં ઝેરી દારુકાંડ મામલે રાહુલ, પ્રિયંકાએ ટ્વિટ કરી આક્રોસ ઠાલવ્યો, સરકાર પર કર્યા આકરા પ્રહારો

એન્ડ્રોઈડ યુઝર્સ તથા iOS યુઝર્સને BGMI ડાઉનલોડ કરવામાં તકલીફ પડી રહી છે. ગૂગલના પ્રવક્તાના કહેવા પ્રમાણે કંપનીએ એક સરકારી આદેશ બાદ ભારતમાં ક્રાફ્ટનની એક લોકપ્રિય બેટલ-રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (બીજીએમઆઈ)ને બ્લોક કરી દીધી છે. 

એક અહેવાલ પ્રમાણે ગેમને સરકારી આદેશ બાદ જ બંને પ્લેટફોર્મ પરથી દૂર કરી દેવામાં આવી છે. એક મર્ડર મિસ્ટ્રી બાદ આ પગલું ભરવામાં આવ્યું હોય તેવી આશંકા છે. લખનૌમાં થોડા દિવસો પહેલા એક 16 વર્ષીય યુવકે પોતાની માતાની હત્યા કરી હતી. યુવકની માતા તેને પબજી જેવી કોઈ ઓનલાઈન ગેમ રમતાં અટકાવતી હોવાથી તેણે હત્યા કરી હતી. 

રાજ્યસભા સાંસદ વી વિજયસાઈ રેડ્ડીએ ગત તા. 22 જુલાઈના રોજ કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, શું આઈટી મંત્રાલય પબજી જેવી કોઈ ગેમ્સ સામે કોઈ કાર્યવાહી કરી રહ્યું છે? જ્યારે બાળકોને ગેમ રમતા અટકાવવામાં આવે છે તેના કારણે કેટલાક બાળકો ગુનાઓ આચરી રહ્યા છે. 

તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, આઈટી મંત્રાલયને અનેક રિપોર્ટ્સ અને ફરિયાદો મળ્યા છે. તેમાં જણાવાયું છે કે, જે ગેમ્સને બ્લોક કરવામાં આવી હતી તેની નવા અવતારમાં વાપસી થઈ રહી છે. આ તમામ રિપોર્ટ્સ અને ફરિયાદને વધુ તપાસ માટે ગૃહ મંત્રાલય સુધી પહોંચાડવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ Urban Development National Conclave: ગુજરાતમાં પ્રથમ વખત આયોજીત “શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ” નો અમદાવાદ ખાતે પ્રારંભ

Gujarati banner 01