Gujarat liquor case Rahul gandhi

Gujarat liquor case: ગુજરાતમાં ઝેરી દારુકાંડ મામલે રાહુલ, પ્રિયંકાએ ટ્વિટ કરી આક્રોસ ઠાલવ્યો, સરકાર પર કર્યા આકરા પ્રહારો

Gujarat liquor case: રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ડ્રાય સ્ટેટ’ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાના કારણે અનેક ઘર ઉજડી ગયા

નવી દિલ્હી, 29 જુલાઇઃ Gujarat liquor case: કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં લઠ્ઠાકાંડના કારણે થયેલા મૃત્યુનો મુદ્દો ઉઠાવીને કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ડ્રાય સ્ટેટ’ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાના કારણે અનેક ઘર ઉજડી ગયા. ત્યાંથી સતત અબજોનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. આ ખૂબ ચિંતાની વાત છે, બાપુ અને સરદાર પટેલની ધરતી પર આ કોણ લોકો છે જેઓ બેખોફ થઈને નશાનો કારોબાર કરી રહ્યા છે? આ માફિયાઓને કઈ સત્તાધારી શક્તિઓ રક્ષણ આપી રહી છે?

1 medium featured 1659084770

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઝેરી દારૂ પીવાના કારણે 42 લોકોના મોત થયા છે તથા 100થી પણ વધારે લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સરકારના કહેવા પ્રમાણે પોલીસ 10 જ દિવસમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરશે. 

લઠ્ઠાકાંડ કે પછી ઝેરી કેમિકલ પીવાના કારણે બોટાદ, ભાવનગર તથા અમદાવાદના 42થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત 100થી પણ વધારે લોકો 3 જિલ્લાઓની હોસ્પિટલ્સમાં ગંભીર સ્થિતિમાં સારવાર અંતર્ગત છે. 

આ પણ વાંચોઃ Urban Development National Conclave: ગુજરાતમાં પ્રથમ વખત આયોજીત “શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ” નો અમદાવાદ ખાતે પ્રારંભ

સમગ્ર કાંડ બાદ ઝેરી દારૂ વેચવા અને બનાવવાના આરોપસર 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોટાદના ગામડાઓમાં અમુક છૂટક શરાબ વિક્રેતાઓએ ‘મિથાઈલ આલ્કોહોલ’ (મિથેનોલ)માં પાણી ભેળવીને નકલી દારૂ બનાવ્યો હતો જે ખૂબ જ ઝેરી હોય છે. તેમણે તે દારૂ 20 રૂપિયા પ્રતિ પાઉચના હિસાબથી ગામના લોકોને વેચ્યો હતો. 

નોંધનીય છે કે, ગુજરાત સરકારે આ સમગ્ર કાંડ બાદ અમદાવાદ ગ્રામીણ તથા બોટાદના એસપીને હટાવી લીધા છે તથા 10 પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ 2 Air Force pilots killed in MiG 21 plane crash: વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન ક્રેશ,2 પાઇલોટનાં મોત નિપજ્યા

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.