Bank of baroda

BOB Fix deposit interest plan: બેંક ઓફ બરોડાએ રિટેલ ટર્મ ડિપોઝિટ્સ પર વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો…

  • બરોડા તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ પર તેમ જ બરોડા તિરંગા પ્લસ પર વ્યાજદરો વધાર્યા

BOB Fix deposit interest plan: બેંક ઓફ બરોડાએ રિટેલ ટર્મ ડિપોઝિટ્સ પર વ્યાજદરોમાં 65 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો

અમદાવાદ, 03 જાન્યુઆરી: BOB Fix deposit interest plan: ભારતની અગ્રણી સરકારી બેંકો પૈકીની એક બેંક ઓફ બરોડા (બેંક)એ આજે વિવિધ મુદ્દત ધરાવતી એનઆરઓ અને એનઆરઈ ટર્મ ડિપોઝિટ્સ સહિત સ્થાનિક રિટેલ ટર્મ ડિપોઝિટ્સ પર વ્યાજદરોમાં 65 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ વ્યાજદરો 26 ડિસેમ્બર, 2022થી રૂ. 2 કરોડથી ઓછી ડિપોઝિટ પર લાગુ થઈ ગયા છે.

વ્યાજદરો વિશેષ યોજના બરોડા તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ પર પણ વધારવામાં આવ્યાં છે. 399 દિવસની બરોડા તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ પર હવે વર્ષે 7.80 ટકા વ્યાજ મળશે, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે વર્ષદીટ 0.50 ટકા અને બિનજામીનપાત્ર ડિપોઝિટ પર 0.25 ટકા વધુ વ્યાજદર સામેલ છે.

ઉપરાંત બેંક વર્ષદીઠ 7.50 ટકા વ્યાજ ઓફર કરે છે, જેમાં 1 વર્ષ અને 3 વર્ષ સુધીના ગાળા માટે વરિષ્ઠ નાગરિકો માટે વર્ષદીટ 0.50 ટકા અને બિનજામીનપાત્ર ડિપોઝિટ પર 0.25 ટકા વધુ વ્યાજદર સામેલ છે.

બેંક ઓફ બરોડાએ આ ત્રિમાસિક ગાળામાં બીજી વાર રિટેલ ટર્મ ડિપોઝિટમાં વ્યાજદરમાં વધારો કર્યો છે, જેમાં નવેમ્બરમાં 100 બીપીએસનો વધારો સામેલ છે. બેંક ઓફ બરોડાના હાલના અને નવા ગ્રાહકો સમગ્ર ભારતમાં બેંકની કોઈ પણ શાખામાં એફડી કરાવી શકે છે. હાલના ગ્રાહકો બેંકની મોબાઇલ એપ (બોબ વર્લ્ડ)/નેટ બેંકિંગ (બોબ વર્લ્ડ ઇન્ટરનેટ) દ્વારા એફડી કરી શકે છે.

આ પણ વાંચો: Kanjhawala case update: દિલ્હીના કાંઝાવાલા કેસમાં થયો નવો ખુલાસો, જાણો…