Vastu

Corporate Vastu Tips: ધંધા-નોકરીમાં થઈ રહ્યું છે સતત નુકસાન? તો ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ

Corporate Vastu Tips: બિઝનેસ સ્થળ માટે શેરમુખી પ્લોટની પસંદગી કરો

whatsapp banner

જ્યોતિષ ડેસ્ક, 05 એપ્રિલઃ Corporate Vastu Tips: શું તમને પણ બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું છે? શું તમારા કર્મચારી અસંતુષ્ટ છે અને નોકરી છોડીને જઈ રહ્યા છે? વાસ્તુ અનુસાર બિઝનેસ લોકેશન ના હોવાથી આ પ્રકારે થઈ રહ્યું છે.

જેના કારણે બિઝનેસમાં સ્થિરતા જળવાતી નથી, કર્મચારીઓ વચ્ચેના સંબંધ સારા નથી. બિઝનેસમાં સતત નાણાંકીય નુકસાન અને બજારમાં શાખ જળવાતી નથી. બિઝનેસ સારો ચાલે તે માટે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનું પાલન કરવું જરૂરી છે. જો તમારે પણ એક સફળ બિઝનેસમેન બનવું છે? તો ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ.

આ પણ વાંચો:- Chaitra Navratri 2024: 30 વર્ષ બાદ ચૈત્ર નવરાત્રિ પર સર્જાશે અમૃત સિદ્ધિ યોગ, જાણો ક્યારથી શરુ થાય છે આ નોરતા?

  1. બિઝનેસ સ્થળ માટે શેરમુખી પ્લોટની પસંદગી કરો. આ પ્રકારના ભૂખંડ આગળથી પહોળા હોય છે.
  2. બિઝનેસ લોકેશન હાઈવે પર અથવા તેનાથી નજીક હોવું જોઈએ. આ પ્રકારે બિઝનેસ વધુ વિસ્તારિત થાય છે.
  3. ઓફિસનો મુખ્ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ. આ દિશાઓને સકારાત્મકતાનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે.
    જેના કારણે મુખ્ય દરવાજો બાધિત થાય તેવી કોઈપણ વસ્તુઓ પ્રવેશ દ્વાર પર ના હોવી જોઈએ. તેના કારણે સકારાત્મક ઊર્જાના પ્રવાહમાં અડચણ આવશે.
  4. વીજળીના ઉપકરણ અને પેન્ટ્રી દક્ષિણ-પૂર્વ દિશામાં હોવા જોઈએ.
  5. જેના નામે બિઝનેસ ચલાવવામાં આવી રહ્યો છે, તેમનો રૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ અને ઉત્તર તરફ મોઢું રાખવું જોઈએ. તે વ્યક્તિના આસન પાછળ કોઈપણ ભગવાનની મૂર્તિ અથવા મંદિર ના હોવું જોઈએ.
  6. માલિકની ઓફિસ ડેસ્કનો આકાર રેગ્યુલર શેપમાં હોવો જોઈએ- વર્ગાકાર અથવા આયતાકાર. આ શેપ સિવાય અન્ય શેપ હોય તો માલિકને નિર્ણય લેવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો