train 9

Big Alert for Passenger: 7 એપ્રિલથી અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ અને અન્ય કેટલીક ટ્રેનોમાં મોટો ફેરફાર

Big Alert for Passenger: 7 એપ્રિલ થી અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતીથી ચાલશે

whatsapp banner

અમદાવાદ, 05 એપ્રિલ: Big Alert for Passenger: અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વિશ્વસ્તરીય સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન/ આગમન કરતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતી ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- Unseasonal Rain Forecast: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી, આ જિલ્લાઓ પડશે કમોસમી વરસાદ

ટર્મિનલોમાં આ પરિવતૅન પરિચાલન માં ફ્લેક્સિબિલિટી પ્રદાન કરશે, અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે, મુસાફર સેવાઓને વધારવા અને ઉન્નત કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ ઝડપી અમલને સક્ષમ કરશે.

07 એપ્રિલ 2024 થી, અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણજયંતિ રાજધાની એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતી (ધરમ નગર સાઈડ) થી ચલાવવામાં આવશે અને સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ (સમાપ્ત) થશે. જેની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે શિફ્ટ કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે પ્રસ્થાન કરશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ 2024 થી (યાત્રા પ્રારંભ કરવાવાળી) સાબરમતી સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ સાબરમતી સ્ટેશન 08.05 કલાકે પહોંચશે.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો